સુરેન્દ્રનગર : દસાડા-જૈનાબાદ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત,4 લોકોના મૃત્યુ

સુરેન્દ્રનગર : દસાડા-જૈનાબાદ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત,4 લોકોના મૃત્યુ
સુરેન્દ્રનગર : દસાડા-જૈનાબાદ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત,4 લોકોના મૃત્યુ
સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પર આજે સવારે કાર અને ટ્રેલર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માત બાદ કાર સીધી ખેતરમાં પલટી મારી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તો આ ભયાનક અકસ્માત અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસ દ્વારા સ્થાનિકોની મદદથી કારમાંથી મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો મોરબી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ મૃતકોના પરિવારજનોને આ અંગેની જાણ કરવામાં આવી છે.

Read Saurashtra Kranti E-Paper here

મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની પણ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ક્યારેક તો કોઇક દિવસ જ ગુજરાત માટે ગોઝારો સાબિત થતો હોય છે. ત્યારે બુધવારની સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here