સુરત:સચિન GIDCની એથર કંપનીમાં લાગેલી આગમાં 7 કર્મચારીના મળ્યા મૃતદેહ

સુરત:સચિન GIDCની એથર કંપનીમાં લાગેલી આગમાં 7 કર્મચારીના મળ્યા મૃતદેહ
સુરત:સચિન GIDCની એથર કંપનીમાં લાગેલી આગમાં 7 કર્મચારીના મળ્યા મૃતદેહ
સુરતમાં સચિન GIDCની એથર કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે એથર કંપનીમાં લાગેલા આગ બાદ હવે કંપનીમાંથી 7 કર્મચારીના મૃતદેહ મળ્યા હતા. મહત્વનું છે કે, ગઈકાલે કંપનીમાં લાગેલ આગમાં 27 કર્મચારી દાઝ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં 7 કર્મચારી ગુમ થયા બાદ હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે. અહીં એ પણ સામે આવ્યું છે કે, કંપનીના સંચાલકો, પોલીસે 7 કર્મચારીઓ ગુમ હોવાની વાત છુપાવી હતી. સુરતની સચિન GIDCમાં આવેલ એથર કેમિકલ કંપનીમાં ગઈકાલે વિકરાળ આગ લાગી હતી. કાલે શરૂઆતમાં 20થી વધુ લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન 7 કર્મચારીઓ ગુમ થયા હતા. જોકે કંપનીના સંચાલકો, પોલીસે કર્મચારીઓ ગુમ થયા હોવાની વાતને છુપાવી હોવાનું પણ સામે આવ્યું છે. આ તરફ હવે મોડીરાત્રે કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન 7 કર્મચારીના મૃતદેહ મળ્યા છે. આ સાથે આ આગની ઘટનામાં 27 કર્મચારી દાઝ્યા હોવાનું પણ ખૂલ્યું છે. 

સુરતની સચિન GIDCમાં આવેલ એક ફેક્ટરીમાં ગઈકાલે આગ લાગી હતી. વિગતો મુજબ સુરતની સચિન GIDCની એથર કંપનીમાં આગ લાગી હતી. પ્રાથમિક વિગતો મુજબ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ તરફ બ્લાસ્ટની ઘટનામાં 20થી વધુ કારીગર દાઝ્યા હોવાનું સામે આવતા તમામ ઈજાગ્રસ્ત કારીગરોને સારવાર અર્થે ખસેડાયા હતા. સુરતના સચીન જીઆઈડીસી વિસ્તારમાં લાગેલી આગમાં 24 કામદારો દાઝયા હોવાની વાત સામે આવી હતી પરંતુ હવે જયારે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યા છે ત્યારે આ ઘટનામાં દાઝી ગયેલ કામદારોના કંકાલ મળી આવ્યા છે. તમામ મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.

Read National News : Click Here

આ દુર્ઘટનામાં 27 જેટલા કામદારો દાઝયા છે. જેમાંથી 8થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કામદારો 70થી 100 ટકા સુધી દાઝી જતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.મંગળવારે એથર ઈન્ડસ્ટ્રી કેમીકલ કંપનીમાં આગ એટલી વિકરાળ લાગી હતી કે દુરદુર સુધી ધુમાડાના ગોટા ફેલાયા હતા. ફાયર બ્રિગેડ અને ખાનગી કંપનીઓની ડઝનથી વધુ ગાડીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here