સુરત:વિશ્વની સૌથી મોટી બિલ્‍ડીંગ ડાયમંડ બુર્સનુ ઉદ્‌ઘાટન,વર્ષના અંતે નરેન્‍દ્રભાઈ ખુલ્લું મુકશે

સુરત:વિશ્વની સૌથી મોટી બિલ્‍ડીંગ ડાયમંડ બુર્સનુ ઉદ્‌ઘાટન,વર્ષના અંતે નરેન્‍દ્રભાઈ ખુલ્લું મુકશે
સુરત:વિશ્વની સૌથી મોટી બિલ્‍ડીંગ ડાયમંડ બુર્સનુ ઉદ્‌ઘાટન,વર્ષના અંતે નરેન્‍દ્રભાઈ ખુલ્લું મુકશે
વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્‍ડિંગની વાત કરીએ તો અમેરિકાના પેન્‍ટાગોનનું નામ ધ્‍યાને આવે છે. અમેરિકાના ડિફેન્‍સ ડિપાર્ટમેન્‍ટનું આ હેડક્‍વાર્ટર ખુબ વિશાળ છે. જોકે હવે ભારતે પેન્‍ટાગોન પાસેથી આ ખિતાબ છીનવી લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

૪ વર્ષમાં બનેલ સુરતમાં સૌથી મોટા ડાયમંડ એક્‍સચેન્‍જ એ અમેરિકાના પેન્‍ટાગોન કરતા અનેક ગણી મોટી ઓફિસ બિલ્‍ડીંગ બનાવી છે. સુરતની આ ઓફિસ હવે વિશ્વની સૌથી મોટી ઈમારત બની ગઈ છે. અહેવાલો અનુસાર વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ ચાલુ વર્ષના અંતમાં આ બિલ્‍ડિંગનું ઉદ્‍ઘાટન કરશે.કાલે વિજયા દશમીના દિવસે ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા સેંકડો નાના મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં શાસ્ત્રોક્‍ત વિધિવિધાન સાથે કુંભ ઘડાનું સ્‍થાપન કરી ઐતિહાસિક પળનું સર્જન કરશે.

સુરતનું નામ તેના હીરા ઉદ્યોગના કારણે વિશ્વભરમાં જાણીતું છે. સુરતને વિશ્વની રત્‍ન રાજધાની પણ કહેવામાં આવે છે કારણ કે વિશ્વના ૯૦ ટકા હીરા અહીં ઘડવામાં આવે છે. સુરતમાં બનાવવામાં આવેલા આ વિશેષ કાર્યાલય વિશે વાત કરીએ તો, તેમાં હજારો લોકો એકસાથે કામ કરી શકશે.તેને હીરા માટે વન સ્‍ટોપ ડેસ્‍ટિનેશન તરીકે ડિઝાઇન કરવામાં આવ્‍યું છે.

Read National News : Click Here

આ ૧૫ માળની ઇમારત કુલ ૩૫ એકર વિસ્‍તારમાં બનાવવામાં આવી છે. આ ઓફિસ નવ લંબચોરસ બિલ્‍ડીંગનું ક્‍લસ્‍ટર છે. બિલ્‍ડિંગમાં કુલ ૧૩૧ લિફટ મુકવામાં આવી છે.SDB એટલે કે સુરત ડાયમંડ બોર્સ એ એક નફાકારક એક્‍સચેન્‍જ છે જે કંપની એક્‍ટ ૨૦૧૩ના કલમ ૮ હેઠળ નોંધાયેલ છે. આ ઈમારતને બનાવવામાં ૪ વર્ષ લાગ્‍યા હતા. રિપોર્ટ અનુસાર આ પ્રોજેક્‍ટનો કુલ ખર્ચ લગભગ ૩૨ અબજ રૂપિયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here