સુરતની એક સંસ્થાએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના સન્માન જાળવવા શરૂ કર્યું “મિશન તિરંગા”

સુરતની એક સંસ્થાએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના સન્માન જાળવવા શરૂ કર્યું
સુરતની એક સંસ્થાએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના સન્માન જાળવવા શરૂ કર્યું "મિશન તિરંગા"
સુરત સહિત સમગ્ર દેશમાં સ્વાત્રય દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ગત વર્ષથી હર ઘર તિરંગા અભિયાન હેઠળ લાખોની સંખ્યામાં ત્રિરંગો ફરકાવવામાં આવે છે પરંતુ ત્યારબાદ તિરંગાનું યોગ્ય સન્માન ન જળવાતું હોવાની ફરિયાદ વચ્ચે સુરતની એક સંસ્થાએ મિશન તિરંગા શરુ કરીને શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાર તિરંગા રક્ષા પેટી મુકી ક્ષતિગ્રસ્ત તિરંગાને ભેગા કરીને તેને રાષ્ટ્રીય સન્માન અને રાષ્ટ્ર ધ્વજ ના વિસર્જન માટેની કામગીરી શરુ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

અત્યાર સુધીમાં આ સંસ્થાએ શહેરમાંથી 9500 રાષ્ટ્ર ધ્વજનું સન્માનપૂર્વક વિસર્જન કર્યું છે અને ગુજરાત બાદ સમગ્ર દેશમાં તિરંગા રક્ષા પેટી મુકવા આયોજન કર્યું છે.સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી હર ઘર તિરંગા અભિયાન શરૂ થતાં શહેરમાં લાખોની સંખ્યામાં લોકોના ઘર અને વાણિજ્ય સંસ્થા પર તિરંગા લહેરાતા જોવા મળી રહ્યાં છે. જોકે, રાષ્ટ્રીય તહેવારની ઉજવણી બાદ  કેટલાક લોકો રાષ્ટ્ર ધ્વજનું સન્માન જાળવતા નથી અને ધ્વજ ફાટી જાય કે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. રાષ્ટ્ર ધ્વજનું આવું અપમાન જોઈને 2016માં અર્પિત પ્રજાપતિ અને તેમના મિત્રોએ રાષ્ટ્ર ધ્વજનું અમાન ન થાય અને તેનું સન્માન જળવાઈ રહે તે માટે એક અભિયાન શરૂ કર્યું હતું. શરૂઆતમાં આ સભ્યો દ્વારા ક્ષતિગ્રસ્ત રાષ્ટ્ર ધ્વજને જાતે ભેગા કરીને ધ્વજ માટેના વર્ષ 2002ના કાયદા પ્રમાણે તેનું વિસર્જન કરવાનું શરુ કર્યું હતું.

જોકે, ત્યાર બાદ અનેક જગ્યાએ રાષ્ટ્ર્ધ્વજ ક્ષતિગ્રસ્ત જોઈને બી ફોજી ઓર્ગેનાઈઝેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ સંસ્થાએ રાષ્ટ્રધ્વજ ના સન્માન માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે લોકોને પણ અભિયાનમાં જોડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ અમરોલી વિસ્તારમાં તિરંગા રક્ષા પેટી મુકવાનો પ્રારંભ કર્યો  હતો. જોત જોતામાં સુરત, અમરેલી અને વડોદરામાં 150થી વધુ સભ્યો બની ગયા છે. અને આ વખતે સુરતમાં અમરોલી, કારગીલચોક અને ડુમસ રોડ વિસ્તારમાં તિરંગા રક્ષા પેટી મુકવામાં આવી છે.

Read About Weather here

સંસ્થાના અર્પિત પ્રજાપતિ કહે છે,  લોકો દેશ ભક્તિના કારણે રાષ્ટ્રધ્વજ ફરકાવી સન્માન આપે છે પરંતુ ત્યારબાદ કેટલીક જગ્યાએ રાષ્ટ્રધ્વજ ક્ષતિગ્રસ્ત થાય છે તેનો ખ્યાલ રાખતા નથી તેથી ધ્વજનું અપમાન થઈ રહ્યું છે તે થવું જોઈએ નહીં . જેના કારણે અત્યાર સુધીમાં ક્ષતિગ્રસ્ત થયેલા 9500 થી વધુ રાષ્ટ્રધ્વજ ભેગા કરીને તેનું સન્માન કરીને  વિસર્જન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વધુમાં વધુ લોકો રાષ્ટ્રધ્વજ ના સન્માન સાથે જોડાય અને ક્ષતિગ્રસ્ત રાષ્ટ્ર ધ્વજનું સન્માનપૂર્વક વિસર્જન કરવાના અભિયાનમાં જોડાઈ તે માટે આયોજન કરી રહ્યાં છે.આ સંસ્થા હાલ ગુજરાતમાં જ છે પરંતુ ભવિષ્યમાં દેશભરમાં તિરંગા રક્ષા પેટી મુકવા માટે આયોજન થઈ કરવામાં આવશે અને વધુમાં વધુ લોકો જોડાય તે માટે આયોજન કરી રહ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here