સુરત:ઓલપાડના દરિયા કાંઠે વ્હેલ માછલીનું બચ્ચું તણાઈ આવ્યું,ગ્રામજનોની ભીડ જામી:રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

સુરત:ઓલપાડના દરિયા કાંઠે વ્હેલ માછલીનું બચ્ચું તણાઈ આવ્યું,ગ્રામજનોની ભીડ જામી:રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
સુરત:ઓલપાડના દરિયા કાંઠે વ્હેલ માછલીનું બચ્ચું તણાઈ આવ્યું,ગ્રામજનોની ભીડ જામી:રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
ઓલપાડના અરબી સમુદ્રના કાંઠે વ્હેલ માછલીનું 20 ફૂટ મોટું બચ્ચું કિનારા પર કાદવમાં ફસાયેલું જોવા મળ્યું હતું.માછલીના બચ્ચાને બચાવી લેવા સ્થાનિક યુવાનોની મહેનત સાથે તંત્ર પણ કામે લાગ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

રવિવારે બપોરના બે વાગ્યા બાદ દરિયાની ભરતીના પાણી કિનારા સુધી પહોંચી ગયા હતા. ત્યારે ભરતીના પાણીમાં વહેલ માછલીનું અંદાજિત 20 ફૂટ જેટલું મોટું જીવતુ બચ્ચું તણાઇ આવ્યું હતું.ભરતીના પાણીમાં મોર ગામના કિનારે આવી પહોચેલું બચ્ચું ભરતીના પાણી ઓસરતા સાથે દરિયામાં પરત થવાને બદલે કાદવમાં ફસાઈ જતાં દરિયા કિનારે રહી ગયું હતું. મોર ગામના દરિયામાં માછીમારી કરવા જતાં યુવાનોએ સાંજે ઘરે પરત આવતી વખતે દરિયા કિનારા પર કાદવમાં વહેલ માછલીનું જીવતું બચ્ચું જોતાં આ બાબતે ગામના આગેવાનો અને યુવાનોને જાણ કરતાં વ્હેલ માછલીના બચ્ચાને જોવા ગ્રામજનોની ભીડ જામી હતી. આ દરમિયાન વન વિભાગના અધિકારીઓને જાણ કરતાં તેઓ પણ દોડી આવ્યા હતાં. 

Read About Weather here

હાલ માછલીને બચાવવાના પ્રયાસો શરૂ છે

વન વિભાગના અધિકારી સચિન ગુપ્તાએ મીડિયાને જણાવ્યું હતું કે, રવિવારના મોડી સાંજે અમને આ બાબતે જાણ કરવામાં આવી હતી. જેને લઇને અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આ વ્હેલ માછલીના બચ્ચાંને ફરી દરિયાના પાણીમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. માછલીનું વજન અંદાજિત 2 ટન જેટલું છે, તેમજ લંબાઈ 20થી 25 ફૂટ છે. મોર ગામના સ્થાનિક લોકોએ મીડિયાને જણાવ્યું હતું કે, અમારા ગામના લોકો દરિયો ખેડી પરત આવી રહ્યાં હતા. તે દરમિયાન તેઓની નજર આ માછલી પર પડી હતી. જેને લઈ તેઓએ તાત્કાલિક ગ્રામજનોને તેમજ અધિકારીઓને જાણ કરી હતી. હાલ માછલીને બચાવવાના પ્રયાસો શરૂ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here