સુચિતમાંથી કાયમી ધોરણે સોસાયટીનો દરજજો આપવા કરાઈ રજૂઆત

સુચિતમાંથી કાયમી ધોરણે સોસાયટીનો દરજજો આપવા કરાઈ રજૂઆત
સુચિતમાંથી કાયમી ધોરણે સોસાયટીનો દરજજો આપવા કરાઈ રજૂઆત
શહેરના 150 ફૂટ રીંગ રોડ મવડી રોડ પર આવેલ મુરલીધર સોસાયટી શેરી નં.1 તથા 2 ના રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં મવડી ગ્રામ પંચાયત સર્વે નં.150 વર્ષોથી સામેલ થઈ ગયેલ હોય અને મુરલીધર કો.ઓ.હા.સો. મવડી ગ્રામ પંચાયત સર્વે નં.150 નો જ ભાગ છે. આ સર્વે નં.માં બનાવેલ મુરલીધર કો.આ.હા.સો. મહાનગરપાલિકા રાજકોટના વોર્ડ નં.11 માં આવે છે. તેમજ વર્ષ 1990 થી આ સૂચિત સોસાયટીના રહેવાસીઓ મહાનગરપાલિકાને મકાનવેરો, પાણીવેરો, ગટરવેરો, રોડવેરો તથા સફાઈવેરો આમ તમામ વેરા નિયમિત રીતે ભરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

અમારી મુરલીધર સોસાયટી જે મહાનગરપાલિકા રાજકોટનો જ ભાગ છે. અને અમારી સોસાયટીથી આગળની સાઈડ પણ રાજકોટ 5 કિમી સુધી વિસ્તાર પામી ગયેલ છે અને અમારી સોસાયટીથી આગળની તમામ સોસાયટીમાં ડામર રસ્તા બનાવી આપેલ છે. પરંતુ મુરલીધર સોસાયટીની શેરી નં.1 અને શેરી નં.2 માં આજદિન સુધી ડામર રોડ બનાવી આપેલ નથી. મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતાધિકાર ધરાવતાં રહેવાસીઓને અધિકારીઓને તાત્કાલિક પાકા રસ્તા બનાવવા સૂચના આપવા વિનંતી છે.

Read About Weather here

વધુમાં વધુ અમારી સોસાયટી સુચિત છે. જે 1990 થી બનેલ છે. આ સોસાયટીને સુચિતમાંથી કાયમી ધોરણે સોસાયટીનો દરજજો પણ આપવા વિનંતી છે. કારણ કે સોસાયટી 35-40 વર્ષ જેટલી જૂની છે.આ રજૂઆતમાં શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, કેતનભાઇ તાળા, કનકસિંહ જાડેજા, અજીતભાઈ વાંક, લલીતભાઈ પરમાર, ભુપતભાઈ રાઠોડ તેમજ સોસાયટીના આગેવાનો દ્વારા ડેપ્યુટી કમિશનર અને મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here