સિલેબસ બહારનું પૂછવાનું નહીં: શિક્ષણમંત્રી ચુડાસ્મા

ગાંધી જયંતિ નિમિત્તેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિંસહ ચૂડાસમાએ ફી મુદ્દે પૂછાયેલા સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું. આ સાથે અનલોકમાં શાળા ખુલશે કે નહીં તે અંગે બોલવાનું ટાળ્યું હતું. પ્રાપ્ત મળતી વિગત અનુસાર ગાંધી જયંતિ નિમિત્તેના કાર્યક્રમ હાજર રહેલા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિંસહ ચૂડાસમાએ ફી મુદ્દે પૂછાયેલા સવાલમાં જવાબ આપવાનું ટાળ્યું હતું. ભૂપેન્દ્રિંસહે ચૂડાસમાએ સવાલના જવાબમાં કહૃાું કે,  સિલેબસ બહારનું નહીં…સિલેબસ બહારનું નહીં…સિલેબસ બહારનું નહીં… નહીં તો હું નીકળી જઇશ. દરરોજ એકનો એક વિષય ચલાવાનો… સ્કૂલ ખુલવાને લઇને બોલવાનું ટાળ્યું હતું.