સાસણ ગીર અભ્યારણ્ય 16મી ખુલશે : જંગલની સફારી માટે ઓનલાઇન બુકીંગ શરૂ

સાસણ ગીર અભ્યારણ્ય 16મી ખુલશે : જંગલની સફારી માટે ઓનલાઇન બુકીંગ શરૂ
સાસણ ગીર અભ્યારણ્ય 16મી ખુલશે : જંગલની સફારી માટે ઓનલાઇન બુકીંગ શરૂ
સાસણ ગીર અભ્યારણ્યમાં 15 જુનથી ચાર માસ માટે ચોમાસાની ઋતુને ધ્યાને લઇને બંધ રાખવામાં આવે છે હવે ચોમાસુ પુર્ણતાના આરે છે. ફરી ગીર અભ્યારણ્ય 16 ઓકટોબરથી ધમધમ્યું થઇ જશે.

Visit Saurashtra Kranti Homepage here

સહેલાણીઓ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે સાસણ ગીર જંગલની સફારી માટે ઓનલાઇન બુકીંગ શરૂ જવા પામ્યું છે.દર વર્ષે ચોમાસાની સિઝનમાં સાસણ જંગલ સફારી પ્રવાસીઓ માટે 15 જુનથી બંધ કરી દેવામાં આવે છે જે ચાર માસ બાદ 16 ઓકટોબરથી ફરી ધમધમતુ કરી દેવામાં આવે છે જેને શરૂ થવામાં માત્ર 15 દિવસ બાકી રહેવા પામ્યા છે.
જેમાં જંગલના રોડ રસ્તાઓ કાચા ભારે વરસાદમાં તુટી જવા પામ્યા હોય તેને રીપેરીંગ કરી ફરી પૂર્વરત કરવામાં આવી રહ્યા છે.

Read Saurashtra Kranti E-Paper here

કાદવ કીચડ, રસ્તાઓનું ધોવાણ, નદી નાળા ભરપુર પાણીથી ચોમાસામાં વહેતા હોય જેના કારણે દર વર્ષે પ્રવોશબંધી કરવામાં આવતી હોય છે.તેમાં સિંહોના તેમજ જંગલી પ્રાણીઓના મેટીંગ પીરીયડ હોય જેમાં તેમને ખલેલ ન પહોંચે જેથી પ્રવેશબંધી વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. જે આગામી ઓકટોબરથી ફરી ધમધમતું થવાની વન વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાસણ જંગલ સફારી માટે ઓનલાઇન જ પરમીટ મળતી હોવાથી આજથી જ ઓનલાઇન બુકીંગ પરમીટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here