સાવરકુંડલા : તમામ શાળાઓનાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓનેે દત્તક લેવાશે

સાવરકુંડલા : તમામ શાળાઓનાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓનેે દત્તક લેવાશે
સાવરકુંડલા : તમામ શાળાઓનાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓનેે દત્તક લેવાશે
સાવરકુંડલાની જે કોઇપણ શાળા સંખ્યાના અભાવે કે અનિયમિતતાનાં કારણે સરકારશ્રી દ્વારા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવશે તો આ તમામે તમામ શાળાઓનાં અસરગ્રસ્ત વિદ્યાર્થિઓ ને સૂર્યોદય કેળવણી અને સાંસ્કૃતિક મંડળ દતક લઇ લેશે. આવા તમામ વિદ્યાર્થિઓ જે RTE અંતર્ગત પ્રવેશ મેળવેલા હોય.

Visit Saurashtra Kranti Homepage here

પછી સામાન્ય એડમિશન થી ધો. 1 થી ધો.8 માં અભ્યાસ ચાલું હોય,જે તે અસરગ્રસ્ત શાળામાં અભ્યાસ કરતા હોય આ તમામ બાળકોને એક પણ રૂપિયો ફી કે અન્ય કોઈ ચાર્જ લીધા વગર સનરાઈઝ સ્કૂલ માં એડમીશન આપવામાં આવશે અને ધો.8 સુધી પ્રાથમિકનો અભ્યાસ સંપૂર્ણ પૂર્ણ કરાવાની જવાબદારી નિભાવશે તેમ સનરાઈઝ સ્કૂલનાં મેનેજીંગ ટ્રસ્ટી પ્રતાપભાઈ ખુમાણે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું.આ ઉપરાંત તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે,જે બાળકોનાં રહેણાંક સનરાઈઝ સ્કૂલ થી ખૂબ દૂર હશે,તે બાળકોને સ્કૂલ સુધી આવવા જવા માટે સંસ્થાની પોતાની સ્કૂલ બસમાં વિનામૂલ્યે,વાહન ફી વસૂલ્યા વગર નિશુલ્ક સેવા પુરી પાડવામાં આવશે.આ ઉપરાંત આરટીઈ અંતર્ગત જે બાળકો આવી શાળાઓમાં ભણે છે.

Read About Weather here

તેમાંથી મોટેભાગે મજૂર, ખાખરા,પાપડ વણતી, ઘરકામ , વાસણ, કચરા પોતા કરવાં જતી બહેનો,પાણીપુરી વેચતા ભૈયાઓ, લોખંડના બકડિયા બનાવવા ની મજૂરી કરતા પરિવારનાં બાળકો હોવાથી શાળા બદલાતા સનરાઈઝ સ્કુલનો યુનિફોર્મ, બુટ મોજા, ટાઈ બેલ્ટ બેઇઝ વગેરે નો ખર્ચો પણ આ વાલીઓને પરવડે નહીં, માટે આ તમામ વ્યવસ્થા પણ સૂર્યોદય કેળવણી અને સાંસ્કૃતિક મંડળ ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવશે એટલે શાળા ટ્રાન્સફર થવાથી આ બધા બાળકોનાં માં બાપ ને સહેજ પણ આર્થીક અસર થવા દેવામાં આવશે નહિ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here