જુનાગઢ ભવનાથ તળેટી વેલાવડ ની જગ્યાએ સંત શ્રી વેલનાથધામ ખાતે તારીખ 13/8 રવિવારે ગુજરાત ચુંવાળિયા કોળી સમાજ ના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઇ જંજવાડીયા દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ધજા આરોહણનું આયોજન કરેલ છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત ભરમાંથી સૌ ધર્મ પ્રેમી જનતાઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાશે આ દિવ્ય ધ્વજા આરોહણ પ્રસંગને લઈને ગુજરાત ચુંવાળિયા કોળી સમાજ માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા, તાલુકા,તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દિવ્ય ધ્વજા આરોહણ પ્રસંગમાં જોડાવા માટે અનેરો થનગનાટ તેમજ તૈયારીઓ થઈ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
દિવ્ય ધ્વજા આરોહણ ની સાથોસાથ ભજન અને ભોજન નો પણ અનેરો સહયોગ જોવા મળશે સંત શ્રી વેલનાથધામ ખાતે તારીખ 13/8 રવિવારના સવારે વેલનાથ મંદિરના સાનિધ્યમાં સંતવાણી સ્વરૂપે ભવ્ય લોક ડાયરો નું આયોજન કરેલું છે જેમાં નામી અનામી કલાકારો પોતાની આગવી શૈલીમાં સંતવાણી રજૂ કરશે ત્યારબાદ ભારતી આશ્રમ મેળાના મેદાનથી સવારે 9:30 કલાકે દિવ્ય ધ્વજાનું યાત્રાના રૂપમાં સંતો મહંતો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, અને સર્વ ધર્મ પ્રેમી જનતા ની હાજરીમાં વાજતે ગાજતે સંત વેલનાથધામ મંદિર ભવનાથ તળેટી સૂધી સામૈયા કરવામાં આવશે.
Read About Weather here
દિવ્ય ધ્વજા આરોહણ તેમજ સંતવાણી પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે આ દિવ્ય ધ્વજા આરોહણ પ્રસંગને ગુજરાત ચુંવાળિયા કોળી સમાજ એક મોટા મહોત્સવ તરીકે ઉજવવા સંગઠનના દરેક જીલ્લા તાલુકા અને શહેર ના સૌ કોઈ હોદ્દેદારો તેમજ કાર્યકરો અને આગેવાનો ખુબ મહેનત કરી રહીયા છે ત્યારે આ દિવ્ય ધ્વજા આરોહણ પ્રસંગમાં દર્શન કરવા યાત્રામાં જોડાવા તેમજ મહાપ્રસાદ લેવા પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડીયા નું હાર્દિક નિમંત્રણ છે.તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here