દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર ગાયક કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવશે
સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના ભાઈઓ – બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશક્તિની આરાધના કરી શકે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેરમાં વેસ્ટ ઝોનમાં નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરના વેસ્ટ ઝોનમાં નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરના વેસ્ટ ઝોનમાં મહોત્સવનું આયોજન કરાયું છે. સાઉન્ડમાં સૌથી આધુનિક અને સાઉન્ડની દુનિયામાં ગુંજતું નામ એવું દિલ્હીનું ટેકીશ સાઉન્ડ, વિશાળ મેદાન, લાઈટીંગ, સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રી મહોત્સવ યોજાશે.

તા.26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી યોજાનાર આ નવરાત્રી મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર ગાયક કલાકારો રાસ- ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબે રમાડશે. વેસ્ટ ઝોન-રાજકોટમાં ખોડલધામ નવરાત્રી મહોત્સવની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પારિવારિક માહોલમાં સુરક્ષિત રીતે ગરબે રમી શકે તે માટે સિક્યુરીટી, સીસીટીવી કેમેરા, વિશાળ મેદાન અને પાર્કિંગ ઉપરાંત સ્વયંસેવકોની પણ મોટી સંખ્યામાં વ્યવસ્થા કરવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ કરીને સમાજથી વંચિત એવા અનાથ આશ્રમના બાળકો, તેમજ દિવ્યાંગ બાળકો અને ખાસ કરીને આશ્રમી જીવન જીવતી દીકરીઓને આ નવરાત્રી મહોત્સવમાં આમંત્રિત કરીને ગરબે રમાડવામાં આવશે.
ખોડલધામ નવરાત્રી મહોત્સવ વેસ્ટ ઝોન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે.
સર્વોદય સ્કૂલની સામે, 80 ફૂટ રોડ, રામધણ પાછળ, મવડી બાયપાસ, રાજકોટ ખાતે વેસ્ટ ઝોન આયોજીત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સીંગર નિશાંત જોશી , શ્રીનાથજીની સાંખીના માધ્યમથી વિશ્ર્વ પ્રસિદ્ધિ મેળવનાર અને માત્ર આધ્યાત્મિકતાની પરંપરા મુજબ જ પોતાની કળા પિરસનાર કૃષ્ણપ્રિયા એવા નિધિબેન ધોળકીયા, માર્ગી પટેલ, ચાર્મી રાઠોડ, જીત ગઢવી (ઓરકેસ્ટ્રા) અને એન્કર તરીકે રશ્મી માણેક જોડાશે અને રાસ-ગરબાની રમઝટ બોલાવશે. ખોડલધામ વેસ્ટ ઝોન આયોજીત નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરના વેસ્ટ ઝોનમા મહોત્સવના પાસ મેળવવા માટે સત્યમ પ, વિરાટ વે બ્રિજની સામે, કોહીનુર કોમ્પલેક્ષ, મવડી રોડ, રાજકોટ. મુખ્ય આયોજક સમિતિ-જીતુભાઈ સોરઠીયા, હસમુખભાઈ લુણાગરીયા, ધીરજભાઈ મુંગરા, હરેશભાઈ સાકરીયા, સંજયભાઈ સાકરીયા, રાજુભાઈ કોયાણી, જયેશભાઈ મેઘાણી, અનિલભાઈ ઠુંમર, મનસુખભાઈ વેકરીયા, જયેશભાઈ સોરઠીયા તેમજ 300 થી વધારે ભાઈઓ-બહેનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ જણાવ્યું છે.
નવરાત્રી મહોત્સવના પાસ મેળવવા માટે સંપર્ક સાધવો
મો . નં- 97370 99333 , 99787 60860 , 97141 08047
WWW.KHODALDHAMWESTZONE.ORG પર ઓનલાઈન બુકિંગ થઈ શકશે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here