શીતલ પાર્ક નજીક ચા પીતી વખતે ૩૦ વર્ષનો ભરત ઢળી પડયોઃહાર્ટએટેકથી વધુ એક મોત

શીતલ પાર્ક નજીક ચા પીતી વખતે ૩૦ વર્ષનો ભરત ઢળી પડયોઃહાર્ટએટેકથી વધુ એક મોત
શીતલ પાર્ક નજીક ચા પીતી વખતે ૩૦ વર્ષનો ભરત ઢળી પડયોઃહાર્ટએટેકથી વધુ એક મોત
હાર્ટએટેકથી મૃત્‍યુ થવાની ઘટનાઓ સતત બનતી રહે છે. વધુ એક યુવાનનું હૃદય બેસી જતાં મોત થયું છે. ગાંધીગ્રામ શિતલ પાર્ક પાસે ચા પીવા ઉભેલો યુવાન એકાએક ઢળી પડતાં મોત થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જાણવા મળ્‍યા મુજબ ગાંધીગ્રામ શીતલ પાર્ક ચોકડી નજીક રોયલ મેળાના મેદાન નજીક એક યુવાન ચાના થડે ચા પીવા ઉભો હતો ત્‍યારે ચા પીતા પીતાં એકાએક બેભાન થઇ ઢળી પડતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવતાં તેના તબિબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. યુનિવર્સિટી પોલીસને જાણ થતાં ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

Read National News : Click Here

મૃત્‍યુ પામનાર યુવાન ભરત સતિષભાઇ નકુમ (ઉ.વ.૩૦) હોવાનું અને તે મુળ જોડીયાના હડીયાણા ગામનો વતની હોવાનું ખુલ્‍યું હતું. તે હાલમાં શાષાીનગરમાં રૂમ ભાડે રાખીને રહેતો હતો અને પ્‍લમ્‍બીંગ કામ કરતો હતો. તેના લગ્ન થયા નહોતાં .બે ભાઇમાં મોટો હતો. પીએસઆઇ ડી. આર. રત્‍નુએ જરૂરી કાર્યવાહી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here