વ્યાજખોરોના ત્રાસથી કંટાળી મહેસાણાના વડનગરનો યુવક ગાયબ : ચિઠ્ઠી પર લખ્યું ‘I AM QUIT’ 

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી મહેસાણાના વડનગરનો યુવક ગાયબ : ચિઠ્ઠી પર લખ્યું 'I AM QUIT' 
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી મહેસાણાના વડનગરનો યુવક ગાયબ : ચિઠ્ઠી પર લખ્યું 'I AM QUIT' 
મહેસાણાના વડનગરમાં રહેતો હેમંત પ્રજાપતિ નામનો યુવક દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ અગાઉ યુવક દુકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે, મોડે સુધી યુવક ઘરે ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન દુકાન પણ બંધ જોવા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

2 દિવસ સુધી શોધખોળ કરવા છતાં તેનો કોઈ અત્તોપત્તો ન મળતા પરિવારજનોએ દુકાન ખોલી હતી. દુકાનમાંથી ‘I AM QUIT’ લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખેલું હતું કે, ‘હું હેમંત પ્રજાપતિ વ્યાજખોરોના ત્રાસથી કંટાઈને આત્મહત્યા કરવા જઈ રહ્યો છું, હાલ હું કોઈનું નામ નથી લખતો બે દિવસની અંદર બધાના નામ સાથે કાગળ કવર દ્વારા પોલીસ સ્ટેશનમાં પહોંચી જશે.’ દુકાનમાંથી ચિઠ્ઠી મળી આવ્યા બાદ પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. પરિવારજનો દ્વારા આ મામલે પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસ દ્વારા યુવકની શોખધોળ હાથ ધરવામાં આવી છે. તો ચિઠ્ઠીમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે, ‘મહેરબાની કરીને મારી ફેમીલીને કોઈએ હેરાન કરવી નહી, બધાના નામ, નંબર સાથે પોલીસ સ્ટેશનમાં કવર પહોંચી જશે. મારી બોડી મળે પછી વીમાના પૈસા પાસ થાય એટલે બધાને આપવા. મમ્મી પપ્પા મને માફ કરજો, ભાઈ-ભાઈ મને માફ કરજો, પ્રિયંકા, દિયા માફ કરજો. માનસી, ખુશી તમારા કાકાને માફ કરજો.’ 

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here