વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલનું નિવેદન:અલ-નીનો સિસ્ટમ બીજા ચરણમાં  પહોંચ્યુ 

વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી : અલ-નીનો સિસ્ટમ બીજા ચરણમાં  પહોંચ્યુ 
વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી : અલ-નીનો સિસ્ટમ બીજા ચરણમાં  પહોંચ્યુ 
ભારતીય નૈઋત્ય ચોમાસાનાં પ્રારંભ પૂર્વે ચોમાસું ગતિવિધીને વેરવિખેર કરી શકતા અલ-નીનો વિશે વ્યાપક આશંકા વ્યકત થવા લાગી હતી છતાં દેશનાં મોટાભાગનાં ક્ષેત્રોમાં અત્યાર સુધીનો વરસાદ નોર્મલથી પણ વધુ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

અલ-નીનોને લાગેવળગે છે ત્યાં સુધી અલ-નીનો બીજા ચરણમાં પહોંચ્યુ છે. હજી ત્રણ મહિના દરીયાઈ સપાટી વધુ ગરમ રહે તો અલનીનો જાહેર થઈ શકે છે. જોકે, ત્યાં સુધીમાં ભારતીય ચોમાસાની સિઝન ખત્મ થઈ ગઈ હશે અને ચોમાસાને અસર થવાનો કોઈ સવાલ ઉભો નહિં થાય.જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે અલ-નીનોની સ્થિતિનાં વિશ્ર્લેષણનાં આધારે જણાવ્યું છે કે ચોમાસાને વેરવિખેર કરી શકતી અલ-નીનો સિસ્ટમ બીજા ચરણમાં પહોંચી છે.પરંતુ ભારતીય ચોમાસા પર તેની અસરના જોખમની ચિંતા રાખવાની જરૂર નથી.તેમણે કહ્યું કે, મે-જુન-જુલાઈનું ત્રિમાસીક ઓએનઆઈ 0.8 ડીગ્રી હતું.એપ્રિલ-મે-જુનનું 0.5 ડીગ્રી હતું.બન્ને ત્રીમાસીક ગાળાનું તાપમાન નિયત કરતા વધુ અને અલ-નીનોનો ઉદભવ સુચવતુ હોવા છતાં હજુ ત્રણ મહિના તે 0.5 ડીગ્રીથી વધુ રહે તે અલ-નીનો જાહેર થઈ શકે. હવેના ત્રણ મહિનામાં ઓકટોબર આવી જાય અને ત્યાં સુધીમાં ભારતીય ચોમાસું ખત્મ થઈ ગયુ હોય છે.એએમજે 2023 પહેલાના 3 ત્રિમાસીક સિઝનમાં જેએફએમ-ઓએનઆઈ માઈનસ 0.4 ડીગ્રી, એફએમએ-ઓએમઆઈ માઈનસ 0.1 ડીગ્રી તથા એમએએસ-એકએનઆઈ+ 0.2 ડીગ્રી હતા.બીજા ત્રિમાસીક ગાળામાં અલ-નીનો બીજા સ્તરે આવી ગયુ છે.

Read About Weather here

આંતર રાષ્ટ્રીય નિયમો મુજબ હજુ ત્રણ મહિના તાપમાનનું 0.5 ટકાથી વધુનુ સ્તર જળવાવુ જોઈએ. એમ ત્રણ મહિનાનું તાપમાન પણ ઉંચુ જ રહેવાના સંજોગોમાં અલ-નીનો વહેલામાં વહેલુ ઓકટોબરમાં પ્રસ્થાપિત થઈ શકે છે.અલ-નીનો સાથે સંકળાયેલ પરિબળ એસઓઆઈ છે જે મે મહિનાનાં અંતે નેગેટીવ ઝોનમાં હતું અને જુનના અંતે ન્યુટ્રલ તથા જુલાઈ આખરમાં ફરી નેગેટીવ ઝોન તરફ હતું. અલ-નીનો માટે તેનું નેગેટીવ ઝોનમાં રહેવાનું પણ અનિવાર્ય છે. પ્રશાંત મહાસાગર તથા તેનું વાતાવરણ હજુ સંપૂર્ણ રીતે અલ-નીનોને અનુરૂપ બની જોકે, તેવી ગતિવિધી જોવા મળી રહી છે. મધ્ય તથા પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં દરીયાઈ સપાટીનું તાપમાન સરેરાશ કરતા ઉંચુ જ રહ્યું છે. અલ-નીનો ઉદભવવાની શકયતા 90 ટકા છે.છતાં હજુ ત્રણ માસ બાકી છે. ભારતને આ સંજોગોમાં ચિંતાની જરૂર નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here