
રાજકોટ કેન્સર સોસાયટીના ડો. શ્રેયસ ઢોલરિયાના જણાવ્યા અનુસાર ફેફસાંની કોશિકાઓ જ્યારે અનિયંત્રિત રીતે વૃદ્ધિ કરે ત્યારે ગાંઠ બની જાય છે જેને ફેફસાંનું કેન્સર કહેવાય છે. આ રોગ ચેપી નથી પણ દર્દીમાં જ રોગનો ફેલાવો અટકે તે માટે ધૂમ્રપાન બંધ કરવા માટે કહેવાય છે. સામાન્ય રીતે ફેફસાંના કેન્સરના નિદાન માટે સીટી સ્કેન અને બાયોપ્સી જેવી તપાસ કરવામાં આવે છે. ફેફસાંના લો ડોઝ સીટી સ્કેન કરવાથી કેન્સરનો ફેલાવો કેટલો છે તે જાણી શકાય છે જ્યારે બાયોપ્સીથી કેન્સરની વિસ્તૃત માહિતી મળે છે.
Visit Saurashtra Kranti Homepage here
ડો. ઢોલરિયા જણાવે છે કે, વિશ્વમાં કેન્સરના કુલ કેસમાંથી 6.8 ટકા ફેફસાંના દર્દી હોય છે. જે રોજ ધૂમ્રપાન કરે છે. ખાસ કરીને રોજની 20 બીડી કે સિગારેટનું 20 વર્ષ સુધી સેવન કર્યું હોય તેમાં કેન્સરની સંભાવના વધી જાય છે. જો કે, ઓછું ધૂમ્રપાન કરનારને પણ કેન્સર થઈ શકે છે. ફેફસાંના કેન્સરની બિમારીમાં ઉધરસ આવવી, ઉધરસમાં લોહી પડવું, પીઠનો કે છાતીનો દુખાવો, ભૂખ ન લાગવી, વજન ઘટવું, અવાજ બેસી જવો સહિતના જો લક્ષણો જોવા મળે તો કેન્સરની તપાસ કરવી જરૂરી છે. જેથી વહેલી તકે યોગ્ય સારવાર અપાય તો કેન્સરને જડમૂળથી હટાવી શકાય છે.
કેન્સરની સારવાર તે ક્યા સ્ટેજ પર છે તેના પરથી નક્કી કરવામાં આવે છે. વિવિધ રિપોર્ટ કરાવ્યા બાદ કેન્સરને સ્ટેજ-1થી સ્ટેજ-4 સુધીમાં વિભાજિત કરી શકાય છે. સ્ટેજ-1 એટલે કે કેન્સરની શરૂઆતનું સ્ટેજ છે. આ સ્ટેજમાં સર્જરી કરી કેન્સરગ્રસ્ત ભાગ દૂર કરી શકાય છે. સ્ટેજ-2 અને 3 હોય તો તેમાં કિમોથેરાપી અને રેડિયોથેરાપી આપવામાં આવે છે. જ્યારે સ્ટેજ-4માં ફક્ત કિમોથેરાપી જ આપી શકાય છે.
Read About Weather here
કેન્સરનો રોગ સમગ્ર વિશ્વમાં પોતાની પકડ મજબૂત બનાવી રહ્યો છે. દિન પ્રતિદિન આ રોગની વધતી સંખ્યા ચિંતાજનક છે. આ એવો રોગ છે જેનું કારણ લોકોની જીવન જીવવાની રીત છે. કેમિકલયુક્ત અને ભેળસેળવાળો ખોરાક, સતત ધૂમ્રપાન, તમાકુ અને મસાલાનું સેવન, દારૂ સહિતની કુટેવ તેમજ કામ કરવાના સ્થળના વાતાવરણ પણ સૌથી વધુ જવાબદાર છે. કેન્સર દિવસની ઉજવણી કરાય છે પણ ફેફસાંના કેન્સરનું પ્રમાણ વધતા 1 ઓગસ્ટને ખાસ વિશ્વ લંગ્સ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here