વિશ્વના મહાસાગરોનાં તાપમાનમાં સાત વર્ષનો રેકોર્ડ તુટયો : સમુદ્રનાં મોજા વિકરાળ બનવા લાગ્યા

વિશ્વના મહાસાગરોનાં તાપમાનમાં સાત વર્ષનો રેકોર્ડ તુટયો : સમુદ્રનાં મોજા વિકરાળ બનવા લાગ્યા
વિશ્વના મહાસાગરોનાં તાપમાનમાં સાત વર્ષનો રેકોર્ડ તુટયો : સમુદ્રનાં મોજા વિકરાળ બનવા લાગ્યા
કલાયમેટ ચેન્જનો દુષપ્રભાવ દુનિયાભરમાંથી રહ્યો છે અને દરીયાનાં મોજા વધુને વધુ વિકરાળ ખતરનાક બની રહ્યા હોવાનો ચોંકાવનારો નિષ્કર્ષ રીપોર્ટમાં જારી કરવામાં આવ્યો છે.દરીયાઈ મોજાની ઉંચાઈમાં પરિવર્તન દર્શાવવા માટે ભૂકંપીય રેકોર્ડનાં અધ્યયનમાં વિશિષ્ઠ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રીપોર્ટમાં એમ કહેવાયું છે કે દરીયાઈ મોજા જયારે કાંઠા પર ટકરાય છે, ત્યારે સમુદ્રતટ મારફત ઉર્જાની પ્રતિધ્વનિ ઉત્પન કરે છે અને ત્યારે ભૂકંપીય ગતિવિધીની ઓળખ કરવા માટે તૈયાર કરાયેલા સીસ્મોગ્રાફમાં એક સંકેત મળે છે. આ સંકેતની તીવ્રતાનો સંબંધ દરીયાઈ મોજાની ઉંચાઈ સાથે હોય છે.સ્ક્રીપ્સ ઈન્સ્ટીટયુશન ઓફ ઓશીયોગ્રાફીના દરીયાઈ વિમાની પીટર બ્રોઝીસ્કીની ટીમે હાથ ધરેલા અભ્યાસનાં આધારે એવુ તારણ દર્શાવ્યું છે કે પ્રશાંત મહાસાગરનાં કાંઠે મોજા વધુ વિકરાળ બની રહ્યા છે. અને 13 ફૂટ અર્થાત ચાર મીટરની ઉંચાઈ સુધીનાં મોજા ઉઠી રહ્યા હતા. ધરતીનાં વધતા તાપમાનનો આ દુષ્પ્રભાવ હોવાનું તારણ છે. 1931 નાં ભૂકંપીય રેકોર્ડનાં ઉંડાણપૂર્વકના વિશ્ર્લેષણ પરથી એવુ માલુમ પડયુ છે કે ધરતી ગરમ થવા તથા દરીયાનાં મોજા ઉંચા થવા માં ગાઢ સંબંધ છે. સમુદ્ર ગતિશીલતાં તથા તટીય ભાગોમાં જલવાયું પરિવર્તનનો વ્યાપક પ્રભાવ છે.

એક રીપોર્ટમાં એમ જણાવ્યું છે કે ચાલુ સપ્તાહમાં વિશ્ર્વનો મહાસાગરોનું સરેરાશ તાપમાન 20.96 ડીગ્રી સેલ્સીયસ નોંધાયુ હતું. આ પૂર્વે 2016 માં 20.95 ડીગ્રી તાપમાનનો રેકોર્ડ થયો હતો.સમગ્ર દુનિયાના મહાસાગરોનાં વધતા તાપમાનથી ધરતીની સપાટી પર પ્રતિકુળ પ્રભાવ પડવાની આશંકા વૈજ્ઞાનિકોએ દર્શાવી છે.અભ્યાસમાં રાષ્ટ્રીય સમુદ્રી તથા વાયુમંડળીય સંચાલન (એનઓએ) દ્વારા સમુદ્રી લહેરો માપવા દરીયાકાંઠે લગાવાયેલા ગ્લાસોનાં ડેટા મેળવવામાં આવ્યા હતા તેમાં પણ સમુદ્રી મોજાની ઉંચાઈ સામાન્ય કરતા અધિક સ્તરે પહોંચ્યાનું માલુમ પડયુ હતું. વૈજ્ઞાનિકો દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે દરીયાઈ મોજાની વધતી ઉંચાઈ માત્ર આંકડાઓ પુરતી સીમીત નથી પરંતુ માનવજાત પર મોટી અસર થવાનું જોખમ છે.

Read About Weather here

દરીયાઈ મોજાની ઉંચાઈ વધારવાના સંજોગોમાં કાંઠાળ ભાગોમાં થાર વધવા ઉપરાંત કાંઠાળ વિસ્તારોમાં પુર અને દરીયાઈ પાણી ઘુસવા તથા તટીય માળકાગત સુવિધાઓને નુકશાન જેવા ઘટનાક્રમો વધી જાય છે. આ પરિવર્તન વિનાશકારી ઘટનાઓની આશંકા સર્જે છે. જેમાં માનવ સમુદાય પર વધતા જોખમનો ગર્ભિત ઈશારો કરે છે.કેલીફોર્નિયાની યુનિવર્સીટીનાં સમુદ્રી વિજ્ઞાની ગૈરી ગ્રીન્સનાં કહેવા પ્રમાણે અર્ધા દશકામાં જ સમુદ્રી મોજાની ઉંચાઈમાં સરેરાશ એક ફુટના વધારાની ઘટનાને હળવાશથી ન લેવી જોઈએ. વિશ્વના મહાસાગરોનાં તાપમાનમાં વધારાનો છેલ્લા સાત વર્ષનો રેકોર્ડ પણ હવે તુટયો છે અને તાપમાન સર્વાધિક ઉંચાઈ-રેકોર્ડસ્તરે પહોંચી ગયુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here