વિશ્વકપ મહામુકાબલો : 20 વર્ષ બાદ ફાઇનલમાં ટકરાશે ભારત-ઓસ્ટ્રેલિયા

વિશ્વકપ મહામુકાબલો : 20 વર્ષ બાદ ફાઇનલમાં ટકરાશે ભારત-ઓસ્ટ્રેલિયા
વિશ્વકપ મહામુકાબલો : 20 વર્ષ બાદ ફાઇનલમાં ટકરાશે ભારત-ઓસ્ટ્રેલિયા
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ 2003 બાદ પ્રથમ વખત ફાઇનલમાં આમને-સામને હશે પાંચ વખત પૂર્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને બે વખતની ભારતની ચેમ્પિયન ટીમ વચ્ેચનો હાઇ વોલ્ટેજ જંગ રંગીન બની જશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે 2023ના વિશ્વકપની રોમાંચક ફાઇનલ રમાશે. સ્પર્ધામાં ભારતે 9 લીગ મેચો તથા ન્યુઝીલેન્ડ સામેની સેમીફાઇનલ જીતીને વટભેર ફાઇનલ ટચ કરી છે, જયારે ઓસ્ટ્રેલિયાએ સેમીફાઇનલ જીતીને શાનદાર દેખાવ કર્યો છે. લીગ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પરાજીત કર્યુ હતું પરંતુ ઓસિઝે ભારતના દાવની શરૂઆતની ત્રણેય વિકેટો નજીવા સ્કોર પર પેવેલીયન ભેગી કરતા મેદાનમાં સન્નાટો પ્રસરી ગયો હતો. પરંતુ ત્યારબાદ રાહુલ-વિરાટે મોરચો સંભાળીને મેચ જીતી હતી. હવે આવતીકાલે ભારતે ખુબ જ સાવધાનીપૂર્વક મેદાનમાં ઉતરવાનું છે અને ફાઇનલ જીતવાની છે.રોહિત શર્મા આ વિશ્વકપમાં અલગ જ રંગમાં દેખાયો, તેણે એક ઓપનર તરીકેની પોતાની ભૂમિકા બેખુબી રીતે નિભાવી તેણે આક્રમક બેટીંગ કરીને વિપક્ષી ટીમના ઝડપી ગોલંદાજોને બરાબરનો ન્યાય આપ્યો છે. ઉપરાંત તેણે ગોલંદાજોનો ખુબ જ સારી રીતે ઉપયોગ કરીને સ્પર્ધાની સળંગ 10 મેચો જીતી છે. પપ0 રન વિશ્વકપના 10 દાવમાં એક સદીની મદદથી બનાવ્યા છે. 44 વન-ડેમાં ટીમનું નેતૃત્વ કર્યુ છે. જેમાંથી 34 મેચો જીતી છે. 9 મેચ ગુમાવી છે. 1 મેચ અનિર્ણીત રહી છે. હવે ભારતે નિર્ણાયક ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના બેટધરોને કાબુમાં રાખવા પડશે. હેડ,, વોર્નર, સ્મીથ, માર્શ અને મેકસવેલ ખતરનાક બેટધરો છે. ગોલંદાજો હેડ, ઝામ્પા, હેઝલવુડ અને સ્ટાર્કથી ખાસ ચેતવા જેવું છે.

Visit Saurashtra Kranti Homepage here

ઓસ્ટ્રેલિયા 8 વર્ષ બાદ ફાઇનલમાં પ્રવેશી છે. તે 1987, 1999, 2003, 2007 અને 2015માં ચેમ્પિયન બની હતી. ઓસ્ટ્રેલિયાને 197પ અને 1996ની ફાઇનલમાં પરાજયનો સામનો કર્યો હતો. તો છેલ્લી વખત 2019માં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને સ્પર્ધામાંથી બહાર કર્યુ હતું. દ.આફ્રિકાની ટીમ પાંચમી વખત સેમીફાઇનલમાં હારી છે. ત્રણ વખત તે ટીમને ઓસ્ટ્રેલિયાએ જ બહાર કરી દીધુ હતું. 1992માં ઇંગ્લેન્ડે હરાવ્યું હતું. 1999 અને 2007માં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ હાર મળી હતી. 2015માં ન્યુઝીલેન્ડની ટીમે તે ટીમનું સ્વપ્નું તોડયું હતું. ભારતની ટીમ તરફથી સામીએ સ્પર્ધામાં જબરદસ્ત પ્રદર્શન કર્યુ છે. સેમીફાઇનલમાં તો તેણે 7 વિકેટો ઝડપીને સ્પર્ધામાં કુલ 23 વિકેટો ઝડપી છે.મોહમ્મદ શમીના ટાર્ગેટ પર ફાઇનલમાં પાંચ-પાંચ ગોલંદાજોના રેકોર્ડ પર હશે. શમી માત્ર એક વિકેટ લઇને ઓસ્ટ્રેલિયાનાં ગ્લેન મેકગ્રાથથી આગળ નીકળી જશે. અને પાંચ વિકેટો ઝડપે છે તો તે ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કને પણ પાછળ છોડી દેશે. તે સાથે જ તે વર્લ્ડકપની એક સિઝનમાં સૌથી વધુ વિકેટો ઝડપવાનો વિશ્વ વિક્રમ બનાવશે. મેકગ્રાર્થે વર્લ્ડકપમાં એક સિઝનમાં 26 અને મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 27 વિકેટો ઝડપી છે. શમીએ કુલ 23 વિકેટો ઝડપી છે.

શમી આ વખતના વર્લ્ડકપની શરૂઆતની ચાર મેચોમાં ટીમનો ભાગ ન હતો, પરંતુ જયારે તેને મેદાનમાં ઉતરવાનો મોકો મળ્યો તો તેણે પોતાની આક્રમક ગોલંદાજીથી ત્રણ વખત એક વાર એક મેચમાં પ કે તેથી વધુ વિકેટો લીધી છેતેનો શ્રેષ્ઠ દેખાવ કિવીઝ સામે 57 રનમાં 7 વિકેટોનો છે. 2023ના વિશ્વકપની પ્રથમ સેમીફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 70 રને અને બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટે દ.આફ્રિકાને પરાજીત કરીને ભારત અને ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બંને ટીમોનું હાલના વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન રહેવા પામ્યું છે. બંને ટીમો 20 વર્ષ બાદ ટ્રોફી માટે ટકરાશે. આ અગાઉ 2003માં જહોનિસબર્ગમાં રમાયેલ ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે 125 રનથી હાર મળી હતી. ભારતીય ટીમ પાસે હવે તે હારનો હિસાબ બરાબર કરવાનો મોકો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ છેલ્લા 27 વર્ષમાં છઠ્ઠી વખત ફાઇનલ રમશે. છેલ્લી ચાર ફાઇનલમાંથી તે ટીમે એક પણ ગુમાવી નથી ઓસિઝને ફાઇનલમાં છેલ્લી હાર 1996માં શ્રીલંકાના હાથે મળી હતી. 1975માં પ્રથમ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડીઝ સામે ફાઇનલમાં હાર્યુ હતું.

વિરાટે વ્યકિતગત 711 રન બનાવી સચિનનો 20 વર્ષ જુનો વિક્રમ તોડયો હતો. સચીને 2003માં 673 રન બનાવ્યા હતા. વિરાટે સૌથી વધુ 50 પ્લન રન બનાવવા બાબતે શ્રીલંકાના કુમાર સાંગાકારાને પણ પાછળ છોડી દીધો છે. સાંગાકારાએ 216 વખત 50 રન બનાવ્યા છે. જયારે વિરાટે 217 વખત આવી સિધ્ધિ મેળવી છે. વર્તમાન વિશ્વકપમાં 600 છગ્ગા પુરા થઇ ચુકયા છે. શ્રેયસ ઐય્યરે ન્યુઝીલેન્ડ સામે સ્પર્ધાનો કુલ 600મો છગ્ગો ફટકાર્યો હતો. વિરાટ કોહલીએ 50મી સદી સાથે વન-ડેમાં કુલ 13704 રન બનાવી ત્રીજા સ્થાને રહ્યો છે. પોન્ટીંગે 13704 રન કર્યા છે. કોહલીથી આગળ શ્રીલંકાના કુમાર સાંગાકારાએ 14234 તથા સચીન 184ર6 રન સાથે આગળ છે. વિરાટ કોહલી વર્લ્ડકપની એક સિઝનમાં 600થી વધુ રન બનાવનાર ભારતનો ત્રીજો બેટધર બન્યો છે.એ અગાઉ સચીને 2003 અને રોહિત શર્માએ 2019માં આવી સિધ્ધિ મેળવી હતી. રોહિત શર્મા વિશ્વકપમાં એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બન્યો છે.

Read National News : Click Here

આ વખતના વિશ્વકપમાં સેમી ફાઇનલ સુધી તેણે 28 છગ્ગા ફટકાર્યા છે. ક્રિસ ગેઇલે 2015માં 26 છગ્ગા નોંધાવ્યા હતા. જે વિક્રમ રોહિતે તોડયો છે. આ વિશ્વકપ ખાસ કરીને વિરાટ માટે અનેક કિર્તીમાન સમાન બની રહ્યો છે. તેણે 2009માં શ્રીલંકા વિરૂધ્ધ પ્રથમ વન-ડે સદી ફટકારી હતી જે વાનખેડેમાં સચીનના વિક્રમને તોડયો હતો. વિરાટની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારર્કિદીમાં 80 સદીઓ થઇ ચુકી છે. સચીનની કુલ 100 સદીઓ છે.

ભારતે 1983માં કપિલ દેવ અને 2011માં મહિન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં વિશ્વકપની ટ્રોફી હાંસલ કરી હતી હવે ત્રીજી વખત ભારત રોહિત શર્માના સફળ નેતૃત્વમાં વિશ્વકપ જીતવા કટીબધ્ધ છે. ભારતે 1983માં વેસ્ટ ઇન્ડીઝને ફાઇનલમાં 43 રને હરાવીને 1975 અને 1979ના વિજેતાને હરાવીને વિશ્વને આશ્ર્ચર્યમાં ગરકાવ કરી મુકયુ હતું. જયારે 2011માં ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું અલબત 2003માં ભારતે ફાઇનલ ‘ટચ’ કરી હતી જે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રને હરાવ્યું હતું.આ વખતે ભારત માટે વિશ્વ કપ જીતવાની પુરેપુરી શકયતા છે. અલબત શ્રેષ્ઠ ટીમ સુપર પાવર સાબિત થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here