વિમાનની ટિકિટમાં રાજકોટના બદલે ‘ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ’ પ્રકારનું સરનામું દર્શાવતા :મુસાફરો ગોટે ચડયા

વિમાનની ટિકિટમાં રાજકોટના બદલે ‘ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ’ પ્રકારનું સરનામું દર્શાવતા :મુસાફરો ગોટે ચડયા
વિમાનની ટિકિટમાં રાજકોટના બદલે ‘ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ’ પ્રકારનું સરનામું દર્શાવતા :મુસાફરો ગોટે ચડયા
રાજકોટ ખાતે નવા અદ્યતન હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થતા સાથે જ એરલાઈન્સની ટિકિટોના એડ્રેસમાં રાજકોટનાં સ્થાને ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ દર્શાવાતા મુસાફરો ગોટે ચડયા છે. નવાઈની વાત એ છે કે હજુ નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ સતાવાર રીતે કાર્યરત થયું નથી. તમામ ફલાઈટોનું સંચાલન હાલના હયાત એરપોર્ટથી જ થઈ રહ્યું છે તેમ છતાં વિમાનની ટિકિટમાં નવા એરપોર્ટનું સરનામું દર્શાવવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

એર લાઈન્સ કંપનીઓ વિમાનની ટિકિટમાં રાજકોટના બદલે ‘ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ’ પ્રકારનું સરનામું દર્શાવતા મુંબઈ-દિલ્હીથી આવતા મુસાફરો રાજકોટ ખાતેના સગા-સબંધીઓને ‘હિરાસર તેડવા આવજો’ તેવા ફોન કરવા લાગતા રાજકોટવાસીઓને નાહકની દોડધામ થઈ રહી છે. નવા એરપોર્ટમાં હજુ વિમાનોનું આવાગમન થતું નથી છતાં ત્યાનું લેન્ડીંગ-ટેકઓફ દર્શાવતા અનેક મુસાફરો પરેશાની અનુભવી રહ્યા છે. આ બાબતે એરપોર્ટ ઓથોરીટી અને એર લાઈન્સ કંપનીઓ તાકીદે ઘટતી કાર્યવાહી કરે તેવી મુસાફર વર્ગમાંથી માંગણી ઉઠવા પામી છે.એર લાઈન્સ કંપનીઓના આવા ગોટાળા સામે કોઈ કાર્યવાહી નહીં થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે એરપોર્ટ ઓથોરીટી કે એર લાઈન્સ કંપનીઓ દ્વારા કોઈ સ્પષ્ટતા નહીં થતાં હવાઈ મુસાફરો અને સગા-સ્નેહીઓ પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે.

Read About Weather here


રાજકોટમાં હયાત એરપોર્ટ કાર્યરત છે નવું ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન થતા જ ઈન્ટરનેશનલ એરપોર્ટનો નવો કોડ એચએસ્રઆર જનરેટ થતા જ એરલાઈન્સ કંપનીઓએ હાલના આરએજે કોડના સ્થાને નવા કોડ આધારે એડ્રેસ ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ દર્શાવતા હવાઈ મુસાફરો ગોટે ચડયા છે.હિરાસર ગ્રીન ફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ હજુ કાર્યરત થયું નથી તે પહેલા જ એર લાઈન્સ કંપનીઓએ વિમાનની ટિકિટમાં એડ્રેસ ચેન્જ કરતા હવાઈ મુસાફરોને નવા કે જુના? કયા એરપોર્ટ જવું-પહોંચવું તેવી અવઢવમાં મુકાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here