વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં સામુહિક આપઘાત,માતા-બે પુત્રીઓએ સાથે આયખું ટુંકાવ્યું

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં સામુહિક આપઘાત,માતા-બે પુત્રીઓએ સાથે આયખું ટુંકાવ્યું
વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં સામુહિક આપઘાત,માતા-બે પુત્રીઓએ સાથે આયખું ટુંકાવ્યું
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં સામુહિક આપઘાતની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં માતા અને બે પુત્રીઓએ ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવી લીધું હતું જે બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મંજુલાબેન ભરતભાઈ ખાંડેખા (ઉ.વ.૪૫) અને તેની બે પુત્રીઓ સેજલબેન ખાંડેખા (ઉ.વ.૧૯) તથા અંજુબેન ખાંડેખા (ઉ.વ.૨૩) એમ ત્રણ માતા-પુત્રીઓએ આજે સવારે પોતાના ઘરે સામુહિક આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

જે ચકચારી બનાવની સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંદાજે અગિયાર માસ પૂર્વે પુત્રએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી હોય અને નાપાસ થવાની આશંકાએ આપઘાત કરી લીધો હતો યુવાનના આપઘાતને પગલે માતા અને બહેનો ગુમસુમ રહેતી હતી અને આજે વહેલી સવારે માતા અને તેની બે દીકરીઓએ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ છે અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here