વડોદરા શહેરમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરાથી વધારાની એસટી બસો દોડાવવાનું આયોજન

વડોદરા શહેરમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરાથી વધારાની એસટી બસો દોડાવવાનું આયોજન
વડોદરા શહેરમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરાથી વધારાની એસટી બસો દોડાવવાનું આયોજન
દિવાળીના તહેવારોમાં બહારગામ વતનમાં પોતાના સ્વજનો સાથે દિવાળીની ઉજવણી કરવા લોકો એ એસટી બસો દ્વારા જવાની શરૂઆત કરી દીધી છે, અને સેન્ટ્રલ એસ.ટી બસ સ્ટેશન પર લોકોનો ધસારો થતાં તેને પહોંચી વળવા એસટી વિભાગ દ્વારા વધારાની એસટી બસોની શરૂઆત કરી છે. 

Visit Saurashtra Kranti Homepage here

વડોદરા થી અમદાવાદ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, લુણાવાડા તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જવા લોકોનો ઘસારો વધુ હોય છે. જેને ધ્યાનમાં રાખીને તારીખ  10 સુધી વડોદરા બસ સ્ટેશનથી વધારાની 45 બસ દોડાવવાનું આયોજન કર્યું છે. આમ તો રોજની 85 બસ દોડે છે એ ઉપરાંત આ વધારાની બસ છે .તારીખ 11 થી 14 સુધી તહેવારોના દિવસો હોવાથી 45 માંથી 85 વધારાની બસ દોડાવવા આયોજન કરાયું છે. જેથી કરીને મુસાફરોના ધસારાને પહોંચી વળી શકાય. તહેવાર પૂરો થયા બાદ તારીખ 15 થી 19 સુધી ટ્રાફિક થોડો ઓછો થશે છતાં પણ વધુ 45 બસ ચાલુ રાખવામાં આવશે. 

Visit Saurashtra Kranti Homepage here

એસ. ટી વિભાગ દ્વારા જે શિડયુલ એસટી બસો છે તેમાં ઓનલાઈન બુકિંગ સિસ્ટમ છે, પરંતુ વધારાની જે એસટી બસો દોડાવવાની છે તેમાં ઓનલાઈન બુકિંગ સિસ્ટમ રાખી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here