
રક્ષાબંધનના તહેવારને અનુલીને મુસાફરોના ધસારાને પહોંચી વળવા વડોદરા એસટી તંત્ર દ્વારા વધારાની ૫૦ બસો દોડાવવાનું આયોજન હાથ ધર્યું છે.રક્ષાબંધનના તહેવાર પર દર વર્ષે મુસાફરોનો ધસારો વધી જાય છે.
Visit Saurashtra Kranti Homepage here
બહારગામ જનારા અને બહારગામથી વડોદરા આવનારા લોકોને સેન્ટ્રલ એસટી બસ સ્ટેશને ધસારો રહે છે.તહેવાર પૂર્વે જ બહારગામની અમદાવાદ તરફ, સૌરાષ્ટ્ર, સુરત, ગોધરા, દાહોદ, ઝાલોદ તરફ જતી બસોનું ઓન લાઈન બુકિંગ શરૃ થઈ જાય છે. હાલમાં ઓનલાઈન બુકિંગ ફૂલ છે. બકિંગ સિવાયના જે મુસાફરો આવે છે તેઓને જવા માટે ૫૦ વધારાની બસો મૂકવામાં આવનાર છે.
Read About Weather here
એમાંય સુરત, ગોધરા, દાહોદ, સૌરાષ્ટ્રની બસોના પ્લેટફોર્મ ઉપર જ્યાં વધુ ભીડ દેખાતી હશે તેને ધ્યાનમાં રાખીને જરૃર મુજબ બસો મૂકવામાં આવશે. આ સુવિધા આજથી જ શરૃ કરી દેવામાં આવી છે અને રક્ષાબંધનનો તહેવાર પૂરો થઈ ગયા બાદ તા.૧ સુધી ચાલુ રાખવામાં આવશે.સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં ઓનલાઈન બુકિંગ ફૂલ થઈ જતું હોય છે. ડેપો પર એલસીનો સ્ટાફ અને ટ્રાફિકનો સ્ટાફ સતત ફરજ પર હાજર રાખવામાં આવશે, તેમ જાણવા ઔમળ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here