વડોદરામાં દશામાનું વિસર્જન કરતા 5 યુવકો નદીમાં તણાયા, 2નાં મોત

વડોદરામાં દશામાનું વિસર્જન કરતા 5 યુવકો નદીમાં તણાયા, 2નાં મોત
વડોદરામાં દશામાનું વિસર્જન કરતા 5 યુવકો નદીમાં તણાયા, 2નાં મોત
વડોદરાની મહીસાગર નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા 5 યુવકો ડૂબી જતા 2 યુવકોના મોત નિપજ્યાં છે. જ્યારે ત્રણ યુવકોની શોધખોળ ચાલી રહી રહી છે. હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા નદીમાં યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાને પગલે ઉત્સાહભેર ઉજવાતો ઉત્સવ શોકમાં ફેરવાયો છે.   

શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય પ્રજ્ઞેશ માછી પરિવાર અને મિત્ર સાગર કુરી સાથે આજે સવારે સિંધરોટ મહીસાગર નદી ઉપરના ચેકડેમ પાસે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયા હતા. ચેકડેમ પાસે તેઓ મૂર્તિનું વિર્સજન કરવા જતાં જ મહીસાગર નદીના પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. જેમને બચાવવા માટે તેમના મિત્ર સાગરભાઈ પણ પાણીમાં કૂદતા તેઓ પણ પાણીમાં તણાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જે બાદ પ્રજ્ઞેશભાઈના પરિવારજનો દ્વારા આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. તો સાગરભાઈ હોમગાર્ડમાં ફરજ બજાવતા હોવાથી તેમના ડૂબવાની જાણ થતાં જ અન્ય હોમગાર્ડ જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ બંનેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય એકની હજુ પણ શોધખોળ ચાલી રહી છે.  

Read About Weather here

અન્ય એક ઘટનામાં વડોદરાના કનોડાના પોઈચા ગામની મહીસાગર નદીમાં દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન રણછોડપૂરા ગામના ત્રણ યુવાનો ડૂબ્યા હતા. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ મહીસાગર નદી ખાતે પહોંચી હતી અને ત્રણેય સંજય ગોહિલ,  વિશાલ ગોહિલ અને કૌશિક ગોહિલની શોધખોળ હાથ ધરી હતી. આ બનાવને પગલે ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો.  આ અંગેની જાણ થતાં સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. ફાયરની ટીમ દ્વારા શોધખોળ દરમિયાન સંજય ગોહિલ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકનો મૃતદેહ મળતા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે અન્ય બે યુવકોની હજુ પણ શોધખોળ ચાલી રહી છે.  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here