વડોદરાના અલકાપુરીમાં બીજા માળે ફ્લેટમાં આગ લાગતાં અફરાતફરી

વડોદરાના અલકાપુરીમાં બીજા માળે ફ્લેટમાં આગ લાગતાં અફરાતફરી
વડોદરાના અલકાપુરીમાં બીજા માળે ફ્લેટમાં આગ લાગતાં અફરાતફરી
વડોદરાના અલકાપુરી વિસ્તારના એક ફ્લેટમાં આજે વહેલી સવારે આગ લાગતા કોમ્પ્લેક્સમાં રહેતા રહીશોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને તેઓ જીવ બચાવી બહાર દોડી આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

અલકાપુરી એચડીએફસી બેન્કની પાછળ કામવાન બિલ્ડીંગના સેકન્ડ ફ્લોરના ફ્લેટમાં કેટલાક યુવકો ભાડેથી રહે છે. આજે વહેલી સવારે એસીના પોઇન્ટ પાસે શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જેને કારણે ફ્લેટમાં રહેતા યુવકો બહાર નીકળી ગયા હતા.આગમાં એસી ઉપરાંત સોફા, ટીવી અને વાયરીંગ સહિતની ચીજ વસ્તુઓ લપેટાતા ધુમાડાના ગોટા છવાયા હતા. જેને પગલે અન્ય ફ્લેટના રહીશો પણ ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. વડીવાડી ફાયર બ્રિગેડની ટીમે આગ કાબુમાં લીધી હતી.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here