વડોદરાની એક એનજીઓ દ્વારા પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી તળાવમાં પક્ષીઓ માટે બામ્બુ માંથી બનેલું ફ્લોટિંગ આઇલેન્ડ મુકવા માટેની દરખાસ્ત આજરોજ કોર્પોરેશનમાં સાંજે મળનાર સમગ્ર સભામાં મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
અગાઉ સ્ટેન્ડિંગ સમિતિએ આ દરખાસ્ત મંજૂર કરી હતી.આ દરખાસ્તમાં જણાવ્યું છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ વિવિધ તળાવોની સુંદરતા જળવાઇ રહે તેમજ તળાવો શહેરીજનો માટે પર્યટનનું સ્થળ બની રહે તે માટે તળાવોના નવીનીકરણની કામગીરી કરવામાં આવે છે. હાલમાં કુલ 27 તળાવોના નવીનીકરણની કામગીરી પુર્ણ કરેલ છે. જે પૈકી ગોત્રી વિસ્તારમાં આવેલ ગોત્રી તળાવમાં સ્થાનિક તેમજ સ્થળાંતરિત પક્ષીઓને આકર્ષવા અને પક્ષીઓના રહેઠાણ તરીકે ઉપયોગી થાય.
Read Saurashtra Kranti E-Paper here
સંદર્ભે અને તળાવની સુંદરતામાં વધારો થાય તે હેતુથી વડોદરાની એન.જી.ઓ દ્વારા સ્વ ખર્ચે બામ્બુમાંથી તૈયાર કરેલ ફ્લોટિંગ આઇલેંડ તળાવમાં મુકવા ગયા મે મહિનામાં પત્ર લખીને માંગણી કરેલ છે. આ એન.જી.ઓ દ્વારા સંપૂર્ણ તેઓના ખર્ચે અને જોખમે ફ્લોટિંગ આઇલેંડ બનાવવાની કામગીરી કરવા તથા તેના મેન્ટેનન્સની તમામ કામગીરી કરવાની રહેશે. સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કરેલી આ દરખાસ્ત હવે અંતિમ મંજૂરી માટે સમગ્ર સભામાં રજૂ થઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here