ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા રોહિતસિંહ રાજપૂતએ કાર્યપાલક ઈજનેરને પત્ર પાઠવી જણાવ્યું છે કે, રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા ડીએચ કેમ્પસ સ્થિત લાખાજીરાજ બોય્સ હોસ્ટેલ કે જેમાં પીડીયું મેડિકલ કોલેજના ખઇઇજ ના પહેલા વર્ષના 100 જેટલા વિદ્યાર્થીઓ રહે છે.
Visit Saurashtra Kranti Homepage here
આ હોસ્ટેલ અત્યંત જર્જરિત હાલતમાં છે જેથી અનેક રૂમમાંથી છતમાંથી પોપડાઓ પડ્યા કરે છે તેમજ વરસાદના લીધે અનેક રૂમોમાં છતમાંથી પાણી પડે છે. અહીં રહેતા સો જેટલા વિદ્યાર્થીઓના જીવ પર જોખમ છે ત્યારે તત્કાલ અહીં રહેતા વિદ્યાર્થીઓને અન્યત્ર જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ.તાજેતરમાં જ જામનગર, જૂનાગઢ અને ભાવનગરમાં જર્જરિત બાંધકામો ધરાશાયી થતા મોટી જાનહાની થઇ હતી જેથી આ વર્ષો જુના બાંધકામની પણ મજુબતાઇ અંગે ચકાસણી કરી તત્કાલ આ બાંધકામને દૂર કરવામાં આવે તેમજ આ સ્થળ પર જ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ફરીથી હોસ્ટેલનું નવીનીકરણ કરવામાં આવે તેવી અમારી માંગ છે.
Read About Weather here
ગમે ત્યારે આ હોસ્ટેલનું બાંધકામ ધરાશાયી થવાની સંપૂર્ણ આશંકા હોય, સો જેટલા દેશના ભાવિ ડોક્ટરોના જીવ પર જોખમ હોવાથી જેથી ત્યા રહેતા વિદ્યાર્થીઓ ભયના કારણે રાતે ઊંઘી નથી શકતા, જેની સીધી અસર તેઓના અભ્યાસ પર પડી રહી છે. આપ તમામ બાબતોને ધ્યાનમાં રાખી મેડિકલ કોલેજના ડીન સાથે પરામર્શ કરી તત્કાલ વિદ્યાર્થીઓને અન્યત્ર જગ્યાએ શિફ્ટ કરવા આયોજન કરી આ બાંધકામને દૂર કરવા સબંધિત વિભાગો અને રાજ્ય સરકારનું ધ્યાન દોરી ઘટતું કરવા અમારી માંગ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here