લખતરનાં ઓળક ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રહીશોનાં હાલ-બેહાલ

લખતરનાં ઓળક ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રહીશોનાં હાલ-બેહાલ
લખતરનાં ઓળક ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રહીશોનાં હાલ-બેહાલ
લખતર તાલુકાનાં ઓળક ગામે ભારે વરસાદને કારણે ગામનાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ત્યાંનાં રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પાણીનો તાત્કાલિક નિકાલ નહીં થાય તો આ વિસ્તારમાં મોટાપાયે રોગચાળો વકરવાની ભીતિ સર્જાઈ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here

તેવામાં તંત્ર તાત્કાલિક પાણી નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ ઊઠી છે. હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે. તેવામાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે લખતર પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના લીધે ગ્રામ્ય વિસ્તારોમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા
Read About Weather here .

જેમાં તાલુકાનાં ભડવાણા ગામે રોડ ઉપર પાણી ફરી વળવાનાં બનાવ બન્યો હતો. તો હવે લખતર-વિરમગામ સ્ટેટ હાઇ-વે ઉપર આવેલા ઓળક ગામે હાઇવેને અડીને આવેલા પરા વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. જ્યાંથી લોકોને પસાર થવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. તો આ રસ્તેથી વાહન તો ચાલી શકે તેવી કોઈ સ્થિતિ જ નથી.

તેવામાં આ વિસ્તાર જાણે તળાવ બન્યો હોય તેવું દૃશ્ય હાઇ-વે ઉપરથી દેખાતું હતું. ત્યારે વરસાદી પાણીનો નિકાલ તાત્કાલિક અસરથી નહીં થાય તો આગામી સમયમાં આ વિસ્તારમાં મોટાપાયે રોગચાળો વકરે તો નવાઈ નહીં. આથી તાત્કાલિક અસરથી યોગ્ય પાણીનો નિકાલ કરવામાં આવે ટીવી માગ ઊઠી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here