રૈયાધારમાં આંચકીની બીમારીથી પીડિત 17 વર્ષીય તરૂણનું બેભાન હાલતમાં મોત

રૈયાધારમાં આંચકીની બીમારીથી પીડિત 17 વર્ષીય તરૂણનું બેભાન હાલતમાં મોત
રૈયાધારમાં આંચકીની બીમારીથી પીડિત 17 વર્ષીય તરૂણનું બેભાન હાલતમાં મોત
રૈયાધારમાં આંચકીની બિમારીથી પીડિત 17 વર્ષીય નિરવ કરશાળા નામના તરૂણનું બેભાન હાલતમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પ્રાપ્ત વિગત મુજબ રૈયાધારમાં આવેલ બંસીધર પાન નજીક રહેતો નિરવ દિપકભાઇ કરશાળા (ઉ.વ.17) આજે સવારે 6 વાગ્યાની આસપાસ પોતાના ઘરે બેભાન થઇ ઢળી પડયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેમને સારવારમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તેને તપાસ મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર મૃતક બાળપણથી જ આંચકીની બિમારીથી પીડિત હતો છેલ્લા ત્રણ વર્ષથી સીવીલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. મૃતક એક ભાઇ, એક બહેનમાં નાનો હતો. પરિવારના એકના એક પુત્રના મોતથી કલ્પાંત સાથે શોક છવાયો.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here