રેશનીંગની દુકાનોની માસિક ચકાસણીમાં ચાલુ માસ દરમ્યાન રાજકોટ જિલ્લો રાજયભરમાં પ્રથમ ક્રમે:અવનિબેન

રેશનીંગની દુકાનોની માસિક ચકાસણીમાં ચાલુ માસ દરમ્યાન રાજકોટ જિલ્લો રાજયભરમાં પ્રથમ ક્રમે:અવનિબેન
રેશનીંગની દુકાનોની માસિક ચકાસણીમાં ચાલુ માસ દરમ્યાન રાજકોટ જિલ્લો રાજયભરમાં પ્રથમ ક્રમે:અવનિબેન
રેશનીંગની દુકાનોની માસિક ચકાસણીમાં ચાલુ માસ દરમ્યાન રાજકોટ જિલ્લો રાજયભરમાં પ્રથમ ક્રમે આવ્યો હોવાનું રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારી અવનિબેન હરણએ એક વાતચીત દરમ્યાન જણાવેલ હતું. તેઓએ કહ્યું હતું કે રાજયમાં દર મહિને દરેક જિલ્લામાં 18 દુકાનો ચેક કરવાનો નિયમ છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ ચાલુ માસ દરમ્યાન રાજકોટ જીલ્લામાં 23 દુકાનોની ચકાસણી કરવામાં આવી છે. અને આટલી દુકાનોની ચકાસણી અન્ય કોઈ જીલ્લામાં થઈ નથી. આ રીતે ચાલુ માસમાં રાજકોટ જીલ્લો દુકાનોની ચકાસણીમાં રાજયભરમાં પ્રથમ ક્રમે આવેલ છે.ચાલુ માસ દરમ્યાન જિલ્લા પુરવઠા તંત્રની ટીમોએ રાજકોટ ઉપરાંત જસદણ, વિંછીયા, લોધીકા, પડધરી, કોટડા સાંગાણી, ઉપલેટા સહિતના તાલુકાઓમાં દુકાનોની ચકાસણી કરી હતી. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે તાજેતરમાં જ રાજકોટ પુરવઠા કચેરીમાં 12 ઈન્સ્પેકટરોની ખાલી જગ્યાઓ જીલ્લા કલેકટરે ભરી દીધી છે. અને હવે પુરવઠા કચેરીમાં પુરતો સ્ટાફ થઈ ગયો છે. આથી ચાલુ માસમાં દુકાન ચકાસણીની કામગીરીમાં ભારે ઝડપ દેખાઈ હતી.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here