રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાનો એક વધુ કિસ્સો, અમદાવાદના યુવકને બસમાં આવ્યો એટેક

રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાનો એક વધુ કિસ્સો, અમદાવાદના યુવકને બસમાં આવ્યો એટેક
રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાનો એક વધુ કિસ્સો, અમદાવાદના યુવકને બસમાં આવ્યો એટેક
રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને છેલ્લા ઘણા દિવસથી હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં આજે અમદાવાદના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યું થયું છે. 

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં રહેતા આશરે 29 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. હર્ષ સંઘવી નામના યુવક રાજસ્થાન તીર્થ યાત્રાથી પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાં જ અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. હર્ષ સંઘવી પોતાના પરિવાર સાથે યાત્રા કરવા ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ જામનગર અને સુરતમાં હાર્ટ એટેકના બે બનાવ બન્યા હતા ત્યારે આજે વધુ એક બનાવ બન્યો છે. ગઈકાલે જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેકિટ્સ કરતાં હૃદય રોગના હુમલાથી અપમૃત્યુ થયુ હતું જ્યારે સુરતના કતારગામ GIDC વિસ્તારમાં યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત થયું હતું. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here