રાજસ્થાનમાં બોલેરો અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત : એક જ પરિવારના એક મહિલા સહિત 6 લોકોના મોત

રાજસ્થાનમાં બોલેરો અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત : એક જ પરિવારના એક મહિલા સહિત 6 લોકોના મોત
રાજસ્થાનમાં બોલેરો અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત : એક જ પરિવારના એક મહિલા સહિત 6 લોકોના મોત
રાજસ્થાનમાં નવા બનેલા ફલોદી જિલ્લામાં બોલેરો અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં એક મહિલા સહિત 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો એક જ પરિવારના હોવાની માહિતી મળી છે.

Visit Saurashtra Kranti Homepage here

 પોલીસના જણાવ્યા અનુસાર બપોરે 3 વાગ્યની આસપાસ ફલોદી જિલ્લામાં નેશનલ હાઈવે નં.11 પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં ખારા ગામ પાસે ભક્તોથી ભરેલી બોલેરો કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર 6 લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં એક મહિલા અને 5 પુરૂષોનો સમાવેશ થાય છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત છે.પોલીસે ગંભીર ઈજાગ્રસ્તોને તાત્કાલિક ફલોદીની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જ્યારે તમામ મૃતદેહોને પીએમ અર્થે ફલોદી હોસ્પિટલમાં લઈ જવાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો લોરડિયા નજીક જુનેજોના રહેવાસી હોવાની માહિતી મળી છે. ત્યાંથી એક પરિવારના સભ્યો રામદેવ બાબાના દર્શન કરવા જેસલમેરના રામદેવરા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here