રાજપીપળા : ગરબા રમવા બાઈક પર જતા બાળકોની બાઈક ટ્રક સાથે અથડાતા 2નાં મોત

રાજપીપળા : ગરબા રમવા બાઈક પર જતા બાળકોની બાઈક ટ્રક સાથે અથડાતા 2નાં મોત
રાજપીપળા : ગરબા રમવા બાઈક પર જતા બાળકોની બાઈક ટ્રક સાથે અથડાતા 2નાં મોત
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગભાણા બ્રિજ પાસે રોડ પર એક ટ્રક ની પાછળ ઘૂસી ગયેલા બાઈક ચાલક અને તેના કાકાનાં દીકરાનું ગંભીર ઈજાઓને કારણે મોત નિપજ્યું હતુંપ્રાપ્ત માહિતી અનુસાર હિતેશભાઈ સોંજીભાઈ તડવી ( રહે,ઓરપા તા.ગરુડેશ્વર) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ મો.સા.નંબર GJ-22-R-1158 ના ચાલક બાળ કિશોર પરિમલભાઇ શૈલેષભાઇ તડવી ઉ.વ.૧૭ વર્ષ ત્રણ માસ નાઓ સગીરવયના હોય તેવું જાણવા છતા તેના પિતા શૈલેષભાઇ ચવદભાઇ તડવી રહે.

Visit Saurashtra Kranti Homepage here

ગરૂડેશ્વર નાઓએ નંબર GJ-22-R-1158 ની મો.સા. ચાલક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પરિમલભાઇ શૈલેષભાઇ તડવી ઉ.વ.૧૭ વર્ષ ત્રણ માસ નાઓને આપી તે તથા ફરિયાદી નો ભત્રીજો ખુશહાલ કુમાર ગરબા રમવા જતા હતા તે દરમિયાન મો.સા.ચાલકે પોતાના કબ્જાની મો.સા. પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ગભાણા બ્રિજ પાસે રોડ પર પોતાના પાસેની મો,સા. નંબર વગરની ડંફર નાં પાછળના ગાર્ડ સાથે અથાડી પોતાને તથા પછળ બેસેલ ફરીયાદીના ભત્રીજા ખુશહાલકુમારને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી તથા મો.સા.ચાલકે પોતાને માથાના ભાગે તથા શરીર ગંભીર ઇજાઓ પહોંચાડી એક્સિડન્ટ કરી પોતે તથા મો.સા.ની પાછળ બેસેલ બાળ કિશોર ખુશહાલકુમારને પણ ગંભીર ઈજાઓ પહોંચાડતા આ અકસ્માત માં બંને બાળ કિશોર નાં મોત નિપજતાં કેવડીયા ટ્રાફિક પોલીસે પરિમલ તડવી અને તેના પિતા શૈલેષભાઈ તડવી રહે. કારેલી તા.ગરુડેશ્વર નાઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here