રાજકોટ : લીમડાના ઝાડની ડાળીએ દોરી બાંધી દલીત યુવાને આત્મહત્યા કરી લીધી

રાજકોટ : લીમડાના ઝાડની ડાળીએ દોરી બાંધી દલીત યુવાને આત્મહત્યા કરી લીધી
રાજકોટ : લીમડાના ઝાડની ડાળીએ દોરી બાંધી દલીત યુવાને આત્મહત્યા કરી લીધી
રાજકોટ તાલુકાના ઉમરાળી ગામે દલિત યુવાને લીમડાની ડાળી સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.બનાવના પગલે આજીડેમ પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે મળતી વિગત મુજબ, ઉમરાળી ગામે રહેતા વિજય હીરાભાઈ જાદવ (ઉ.વ.30)એ આજે પોતાના ઘર પાસે લીમડાના ઝાડની ડાળી સાથે દોરી બાંધી ગળા ફાંસો ખાઈ લીધો હતો. તેમના પરિવારના સભ્યોને જાણ થતા 108માં ફોન કરતા 108ના તબીબો આવી વિજય જાદવને મૃત જાહેર કર્યો હતો.આજીડેમ પોલીસે સ્થળ પર પહોંચી પંચનામું કહીં મૃતદેહ પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.પરિવારજનોની પુછપરછમાં જાણવા મળેલ કે વિજય થોડા સમયથી માનસિક અસ્વસ્થ રહેતો હતો. તેના કારણે પગલું ભર્યાનો અંદાજ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.વિજય અપરણિત હતો. આશાસ્પદ યુવાનના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ હતી.

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here