રાજકોટ : રેલવે મંડળનાં મેગા સ્વચ્છતા અભિયાનમાં 6.47 ટન કચરો સાફ કરાયો 

રાજકોટ : રેલવે મંડળનાં મેગા સ્વચ્છતા અભિયાનમાં 6.47 ટન કચરો સાફ કરાયો 
રાજકોટ : રેલવે મંડળનાં મેગા સ્વચ્છતા અભિયાનમાં 6.47 ટન કચરો સાફ કરાયો 
રાજકોટ મંડળ મેગા સ્વચ્છતા અભિયાન ’એક તારીખ એક કલાક’ અંતર્ગત 224 સ્થળોએ શ્રમદાન: 1.05 લાખ ચોરસ મીટર વિસ્તારની સફાઈ કરી 6.47 ટન કચરો સાફ કરવામાં આવ્યો.

Visit Saurashtra Kranti Homepage here

સ્વચ્છતા હી સેવા અભિયાનનો ઉદ્દેશ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અને સ્વચ્છતા પહેલ – ’સ્વચ્છતા હી સેવા’ 2023 ને ’કચરો મુક્ત ભારત’ બનાવવા માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને અનુરૂપ એક વ્યાપક પ્રયાસ કરવાનો છે. ભારતીય રેલવેએ ખાસ ઝુંબેશ 3.0 ના ભાગ રૂપે એક તારીખ, એક કલાક, એક સાથે અભિયાન હેઠળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યું હતું. સ્વચ્છતા શ્રમદાન અભિયાન અંતર્ગત આજે રાજકોટ ડિવિઝનમાં 224 સ્થળોએ જેમ કે 51 સ્ટેશનો, વિવિધ રેલવે કોલોનીઓ, ઓફિસો, ગૂડ્સ શેડ, રેલવે હોસ્પિટલ વગેરે પર “એક તારીખ, એક કલાક, એક સાથે” નું મેગા સ્વછતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ ડીવીઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારના માર્ગદર્શન હેઠળ ડીવીઝનના તમામ સ્ટેશનો પર અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી હતી, જેમણે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આ મેગા સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજકોટના ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ પણ રાજકોટમાં કોળી કમ્પાઉન્ડ અને લોકો કોલોની ખાતે શ્રમદાન સાથે વૃક્ષારોપણ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ અભિયાનમાં 2659 લોકોએ ભાગ લીધો હતો અને 1.05 લાખ ચોરસ મીટર વિસ્તારમાંથી લગભગ 6.47 ટન કચરો દૂર કરવામાં આવ્યો હતો. રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગોવિંદ પ્રસાદ સૈની, વિવિધ વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓએ આ અભિયાનમાં ભાગ લઈ આ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here