રાજકોટ: મોટા મવા સ્મશાનથી અવધ રોડ સુધીનો કાલાવડ રોડ 150 ફૂટનો થશે

રાજકોટ: મોટા મવા સ્મશાનથી અવધ રોડ સુધીનો કાલાવડ રોડ 150 ફૂટનો થશે
રાજકોટ: મોટા મવા સ્મશાનથી અવધ રોડ સુધીનો કાલાવડ રોડ 150 ફૂટનો થશે
શહેરના ગૌરવ પથ એવા કાલાવડ રોડને મોટા મવા ગામતળથી શરૂ કરી કોર્પોરેશનની હદ સુધી અર્થાત અવધ રોડ સુધી 150 ફૂટનો કરવા માટે કપાતમાં આવતી 64 મિલકતોના માલિકોને કપાત સામે વળતર આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે. કાલે કોર્પોરેશનમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 96 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી 6 મહિનામાં કાલાવડ રોડ પહોળો કરવાની કામગીરી આટોપી લેવામાં આવશે. આશરે દોઢ કિલોમીટરના આ રોડને પહોળો કરવા માટે અલગ-અલગ 64 આસામીઓની મિલકત કપાતમાં લેવાની થાય છે. અસરગ્રસ્તો સાથે બેઠક કર્યા બાદ જે મિલકતધારકોની મિલકતો કપાતમાં આવે છે. તે પૈકીના 43 મિલકતધારકોને જેટલી જમીન કપાતમાં જાય છે તેટલી જ જમીન અન્ય ટીપી સ્કિમમાં ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે 17 આસામીઓએ કપાતમાં જતી પોતાની મિલકત સામે ભવિષ્યમાં બિલ્ડીંગ પ્લાન મંજૂરી અર્થે રજૂ કરે ત્યારે માર્જીન-પાર્કિંગ તથા એફએસઆઇ વધારાની આપવી તેવી માંગણી કરી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસકામો માટે રાજકોટ મહાનગરપાલિકાને દર વર્ષે અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. દરમિયાન વર્ષ-2023-2024 માટે મળતાપાત્ર રૂ.417.88 કરોડની ગ્રાન્ટ માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે. આ અંગે કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત કર્યા બાદ સરકારમાં મોકલવામાં આવશે. આ રોડ પર રૂડાની પણ જમીન કપાતમાં આવે છે.

Read About Weather here

તેની સામે રૂડાને જંત્રી ભાવ મુજબ રોકડ વળતર આપવામાં આવશે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે સત્તાવાર નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ જનરલ બોર્ડમાં ઠરાવ કરી વહિવટી મંજૂરી મળતાની સાથે જ તમામને વૈકલ્પિક વળતર ચૂકવવાનું શરૂ કરાશે અને ત્યારબાદ મોટા મવા સ્મશાનથી કોર્પોરેશનની હદ સુધીના કાલાવડ રોડને 150 ફૂટનો કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. સાથોસાથ કોર્પોરેશનની હદ પણ વધી રહી છે. વાહન વ્યવહારનું પ્રમાણ પણ વધતાં હવે ટ્રાફીકની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે. મોટા મવા સ્મશાનથી કોર્પોરેશનની હદ સુધીના હયાત 30 મીટરની પહોળાઇના કાલાવડ રોડને 45 મીટરનો કરવા વર્ષ-2021માં લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ દાખલ કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here