રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
તા.15મી ઓગસ્ટના દિવસે સવારે 9 વાગ્યે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. આ રાષ્ટ્રીય પર્વના અવસરે રાષ્ટ્રગીતના ગાન સાથે  મેયર ડો. પ્રદિપ ડવએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસીપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિસીપલ કમિશનર અનિલ ધામેલિયા, ચેતન નંદાણી, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા તથા કોર્પોરેટરોઓ, પાર્ટીના હોદેદારઓ, શિક્ષણ સમિતિના સભ્યો, મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઉપસ્થિત રહેલ.  આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શહેરના શ્રેષ્ઠ સફાઈ કામદારો પૈકી સેન્ટ્રલ ઝોનના દિપકભાઈ ભીખુભાઈ વાળા, પ્રભાબેન મહેશભાઈ વાળા, ઇસ્ટ ઝોનના ખોડાભાઈ રસિકભાઈ પરમાર, ગીતાબેન કિશોરભાઈ વાઘેલા તથા વેસ્ટ ઝોનના બાબુભાઈ જીવાભાઈ ઝાલા, લક્ષ્મીબેન બાબુભાઈ પરમારનું શાલ તથા સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવેલ.

Read About Weather here

દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોન કચેરીના સિટી સિવિક સેન્ટર ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરવાના નિર્ણય અનુસંધાને મેયર ડો. પ્રદિપ ડવ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેન્ટ્રલ ઝોન ખાતેના હેલ્પ ડેસ્કનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાથોસાથ ઇસ્ટ અને વેસ્ટ ઝોનના હેલ્પ ડેસ્ક પણ કાર્યરત કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here