રાજકોટ : ભરત નમકીનમાંથી 9000 કિલો વાસી ફરસાણ પકડાયું

રાજકોટ : ભરત નમકીનમાંથી 9000 કિલો વાસી ફરસાણ પકડાયું
રાજકોટ : ભરત નમકીનમાંથી 9000 કિલો વાસી ફરસાણ પકડાયું
દિવાળીના તહેવારમાં લોકોના પેટમાં અખાદ્ય ખોરાક જાય તે પૂર્વે આજે મહાપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના મનહરપુરા વિસ્તારમાં આવેલા ભારત નમકીનમાંથી 9000 કિલો ફરસાણ અને એક્સપાયર થયેલા મસાલાનો જથ્થો પકડી પાડ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ફરસાણ બનાવવા માટે વોશિંગ સોડા અને સિન્થેટીક કલરનો ઉપયોગ કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે.ફરસાણ બનાવવા માટે વોશિંગ સોડા અને સિન્થેટીક કલરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ઘટસ્ફો આજે સવારે આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણી અને ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા સહિતનો ફૂડ વિભાગનો કાફલો શહેરના જામનગર રોડ પર આવેલા દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે વિનાયક મંડપ રોડ પર મનહરપુરમાં આવેલી હિતેશભાઇ નારણભાઇ ખખ્ખરની માલિકી ભરત નમકીન નામની ઉત્પાદન પેઢીમાં ત્રાટક્યા હતા. અહિં અલગ-અલગ પ્રકારના ફરસાણના ઉત્પાદન કરવામાં આવે છે. સ્થળ પર અનહાઇજેનીંક ક્ધડીશન જોવા મળી હતી.

Read National News : Click Here

દિવાળીના તહેવારમાં લોકોના પેટમાં અખાદ્ય ખોરાક જાય તે પહેલા જ કોર્પોરેશન ત્રાટકયું

પેકિંગ ઉપર લેબલીંગ કે એક્સપાયરી ડેઇટ સહિતની વિગતો દર્શાવવામાં આવી ન હતી. 1650 કિલો કાચા કોનબાઇટ, કોર્ન બાઇટ, 1500 કાચા બિંગો, 2400 કિલો વિવિધ ફ્લેવરના સ્વીટ્સ ચોકોઝ, 350 કિલો ભાખરવડી, 300 કિલો ફરસીપુરી અને 500 કિલો ચકરીનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પર ધોવાના સોડા અને સિન્થેટીક કલર મળી આવ્યો હતો. જેનો ઉપયોગ ફરસાણ બનાવવા માટે કરવામાં આવતો હતો. પાપડી ગાંઠીયા, તીખા ગાંઠીયા, ભાવનગરી ગાંઠીયા, ચવાણું સહિત અંદાજે 2 હજાર કિલો વાસી ફરસાણ મળી આવ્યું હતું. જ્યારે ચીઝનીંગ અને મેક્સીકન મસાલાની એક્સપાયરી ડેઇટ ઓગસ્ટ-2022માં પૂર્ણ થઇ ગઇ હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું માલૂમ પડ્યું હતું. ચેકીંગ દરમિયાન આશરે 9000 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગની સંતર્કતાના કારણે શહેરીજનોના પેટમાં વોશિંગ પાવડર અને સિન્થેટીક કલરની ભેળસેળથી બનાવવામાં આવેલો ફરસાણનો જથ્થો જતાં અટક્યો છે. શહેરમાં એકપણ વસ્તુ શુદ્વ જાણે મળતી જ ન હોય તેવો માહોલ ઉભો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here