રાજકોટ: ધર્મેન્દ્ર રોડ-લાખાજીરાજ રોડને ‘નો ફેરિયા ઝોન’ જાહેર કરો

રાજકોટ: ધર્મેન્દ્ર રોડ-લાખાજીરાજ રોડને ‘નો ફેરિયા ઝોન’ જાહેર કરો
રાજકોટ: ધર્મેન્દ્ર રોડ-લાખાજીરાજ રોડને ‘નો ફેરિયા ઝોન’ જાહેર કરો
રાજકોટનો સૌથી જુનો વિસ્તાર જે વેપાર માટે જાણીતા છે તેવા લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડ, દિવાનપરા રોડ જેવા એરીયામાં ફેરીયાઓ અને રેકડીવાળાઓ, પાથરણાવાળાઓનો ત્રાસ વધી રહ્યો છે. જેને પગલે આ વિસ્તારનાં વેપારીઓમાં રોષની લાગણી છવાય ગયેલ છે. છેલ્લા કેટલાંક સમયથી આ ત્રાસથી પીડાતા વેપારીઓએ તંત્રને અનેકવાર રજુઆત કરવા છતા તંત્રએ કોઈ કામગીરી ન કરતા વેપારીઓમાં રોષની લાગણી છવાઈ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here


સર લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, દિવાનપરા જેવી જુની બજારમાં વેપારીઓ વર્ષોથી વેપાર ધંધો કરે છે. પરંતુ પાથરણાવાળા અને ફેરીયાવાળાનાં કારણે તેઓના ધંધા પર મોટી અસર પડે છે. પાથરણાવાળા એટલી હદે દબાણ કરે છે કે ગ્રાહકોને દુકાનમાં આવવુ મુશ્કેલ બને છે આથી લોકો પણ કંટાળીને દુકાનમાં આવવાનું બંધ કરી દે છે.આજરોજ કરેલી રજુઆતમાં મ્યુનિસિપલ કમિશ્નર ધારાસભ્ય રમેશ ટીલાળા અને મેયર ડો.પ્રદિપ ડવએ હકારાત્મક વલણ દાખવ્યુ હતું અને આ પ્રશ્નનુ કાયમી નિરાક્રણ લાવવા બે દિવસની મુદત માંગી હતી. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા પણ બાહેંધરી આપી હતી. કમિશ્નર કચેરીએ રજુઆત કર્યાના થોડા જ સમયમાં આ વિસ્તારોમાંથી દબાણ હટાવી લેવામાં આવ્યુ.
આજરોજ કરેલી રજુઆતમાં મ્યુનિસિપલ કમિશ્નર, ધારાસભ્ય રમેશ ટીલાળા અને મેયર ડો.પ્રદિપ ડવએ હકારાત્મક વલણ દાખવ્યુ હતું અને આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા બે દિવસની મુદત માંગી હતી. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા પણ બાહેંધરી આપી હતી કમિશ્નર કચેરીએ રજુઆત કર્યાના થોડા જ સમયમાં આ વિસ્તારોમાંથી દબાણ હટાવી લેવામાં આવ્યુંવેપારીએ પ્રશ્નનું સમાધાન આપવા જણાવ્યુ છે.

ફેરીયાઓ રેંકડીઓ અને પાથરણાવાળાને શાસ્ત્રીમેદાન અથવા રેસકોર્ષ જેવા મેદાન ફાળવવામાં આવે અને તેઓના વિસ્તારને નો ફેરીયા ઝોન જાહેર કરવામાં આવે.માત્ર રવિવારે જ નહિં પરંતુ રોજ પોલીસની વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી દબાણ થતા અટકાવી શકાય.મ્યુનિ.કમિશ્નર કચેરીએ રાજકોટ કલોથ મર્ચન્ટ એસો.નાં પ્રમુખ પ્રણંદ કલ્યાણી, રાજકોટ રીટેલ રેડીમેડ ગારમેન્ટ એસો.નાં પ્રમુખ જયેશભાઈ ધામેચા, રાજકોટ હોલસેલ ટેકસટાઈલ મરચન્ટ એસો.નાં પ્રમુખ હિતેશ અનડકટ, હિતેશ નાગ્રેચા, રાજન જીવરાજાની, કનુભાઈ ઠાકર સહીતનાં વેપારીઓ હાજર રહ્યા હતા.

Read About Weather here

રાજકોટની જુની બજાર સર લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, વિસ્તારમાં 500 થી વધુ દુકાનો આવેલી છે. ત્યારે રાજકોટ કલોથ મરચન્ટ એસોસીએશનનાં પ્રમુખ પ્રણંદ કલ્યાણી જણાવે છે કે 80 ટકા ખરીદી માટે બહેનો દિકરીઓ આવે છે. પાથરણાવાળાઓનાં દબાણનાં કારણે રોડ પર ચાલવુ પણ મુશ્કેલ બને છે.કેટલીકવાર ચોરીની ઘટનાઓ પણ સર્જાય છે. વેપારીઓ દબાણ હટાવવાનું કહે ત્યારે માથાભારે ફેરીયાઓ માથાકુટ કરી ધાક-ધમકી આપે છે અને વેપારીઓને ડરાવવાનો પ્રયાસ કરે છે.દબાણનાં કારણે વેપારીઓ વેપાર-ધંધામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલીકવાર મારામારી જેવા દ્રશ્યો સર્જાય છે. આથી વેપારીઓમાં ડરનો માહોલ છવાય ગયો છે. હાલ વેપારીઓની એક જ માંગ છે કે તમામ પાથરણાવાળા અને ફેરીયાઓને હટાવી લેવામાં આવે.આ તકે હાજર મેયર ડો.પ્રદિપ ડવ અને ધારાસભ્ય રમેશ ટીલાળાને પણ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત ક્રી હતી અને આ પ્રશ્નનુ કાયમી નિરાકરણ લાવવા માંગ કરી હતી.

વેપારીઓએ છ માસ અગાઉ પણ તંત્રને રૂબરૂ રજુઆત કરી હતી. થોડો સમય દબાણ હટાવવામાં આવ્યુ હતું પરંતુ પરિસ્થિતિ જૈસે થે તેવી બની ગઈ હતી.કોર્પોરેશનનો સ્ટાફ ફકત રવિવારે આવે જયારે દબાણ હટાવવા આવે ત્યારે પાથરણાવાળા પોતાનો સામાન લઈ ભાગી જાય છે.આ પ્રશ્નના વિરોધમાં આજે સવારે સર લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, સહિતના વિસ્તારોનાં 300 વેપારીઓ સાંગણવા ચોકમાં એકત્ર થયા હતા અને રોષ ઠાલવ્યો હતો.ત્યારબાદ મ્યુનિ.કમિશ્નર કચેરીએ ધામા નાખ્યા હતા અને મ્યુનિ.કમીશ્નર આનંદ પટેલને આવેદનપત્ર પાઠવી લેખીત રજુઆત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here