રાજકોટ જૈન તપગચ્છ સંઘ – શ્રી ચિંતામણી પાર્શ્ર્વનાથ જિનાલય – મણીયાર દેરાસર તથા જૈન વિઝન પરિવાર દેશભક્તિ થીમ ઉપર મહારેલીનું આયોજન યોજાયું

રાજકોટ જૈન તપગચ્છ સંઘ - શ્રી ચિંતામણી પાર્શ્ર્વનાથ જિનાલય - મણીયાર દેરાસર તથા જૈન વિઝન પરિવાર દેશભક્તિ થીમ ઉપર મહારેલીનું આયોજન યોજાયું
રાજકોટ જૈન તપગચ્છ સંઘ - શ્રી ચિંતામણી પાર્શ્ર્વનાથ જિનાલય - મણીયાર દેરાસર તથા જૈન વિઝન પરિવાર દેશભક્તિ થીમ ઉપર મહારેલીનું આયોજન યોજાયું
રાષ્ટ્રીય પર્વનાં ગૌરવવંતા શુભ દિવસે પૂ.જે.પી.ગુરુદેવ ની પાવન પ્રેરણાથી સમસ્ત રાજકોટ જૈન સમાજ (દેરાવાસી, સ્થાનકવાસી, દિગંબર, તેરાપંથી) દ્વારા આયોજિત થયેલ ભવ્ય દેશ ભક્તિ રેલી રાજકોટ જૈન સમાજના ઇતિહાસમાં અલૌકિક, અદભૂત, અવિસ્મરણીય બની રહી.સવારે 8 કલાકે મણિયાર દેરાસરથી અત્યંત ઉમંગ – ઉત્સાહ – ઉલ્લાસ સાથે રેલીનો શાનદાર પ્રારંભ થયેલ અને સ્વત: સ્વયંભૂ લોકોની હાજરી વધતી રહી, સંખ્યા વધતી રહી ને રેલીની ભવ્યતા તેમ જ દિવ્યતામાં અભિવૃદ્ધિ થતી રહી.

Visit Saurashtra Kranti Homepage here

આ સાથે રેલી દરમ્યાન સરકીટ હાઉસ પર : શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ દ્વારા વરિયાળી ના સરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ. જિલ્લા પંચાયત ચોક પર : શ્રી સદર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ઠંડા પીણાંની વ્યવસ્થા ટ્રસ્ટીગણ દ્વારા કરવામાં આવેલ રેલીને આવકારવા સાંજ સમાચાર પરિવારના મોભી પ્રદીપભાઈ શાહ સહિત પરિવારના બધા જ મેમ્બરો ખાસ ઉપસ્થિત રહેલ હતા, બાળકોએ સાયકલિંગ, સ્કેટિંગ, વેશભૂષા સાથે આનંદ માણ્યો તો યુવાનોએ ટુ વ્હીલરમાં ઝંડા ઊંચા રહે હમારા, અહિંસા, વ્યસન મુક્તિના સંદેશાઓ સાથે ઉલ્લાસનું વાતાવરણ નિર્મિત કર્યું, મહિલા મંડળોએ વિવિધ વેશભૂષામાં અલગ અલગ સંદેશ આપી રેલીની શોભા વધારેલ.અલગ અલગ થીમ સાથે/અનેક વિવિધતા સાથે આ જાજરમાન દેશ ભક્તિ રેલી માં લગભગ 2500 થી 3000 લોકોએ ઉપસ્થિત રહી દેશ પ્રત્યેનું સમર્પણ વ્યક્ત કર્યું અને જિનશાસનની શોભા વધારી.  રેલીને અંતે કુંડલિયા કોલેજના પ્રાંગણમાં ભરત નાટ્યમ નૃત્ય દ્વારા તથા શેઠ ઉપાશ્રયની નાની નાની દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હાથે રાષ્ટ્ર ધ્વજ વંદન કરવામાં આવેલ અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહના હાથે શાસન ધ્વજ વંદન કરવામાં આવેલ.

Read About Weather here

આ અવસરે સંઘ પ્રમુખ  જીતુભાઈ ચાવાળા, સંઘ ઉપપ્રમુખ પંકજભાઈ કોઠારી, શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ દોશી, સાંજ સમાચારના કરણભાઈ શાહ, કિરીટભાઈ સંઘવી, અરુણભાઈ દોશી, દીપકભાઈ મહેતા, જૈન અગ્રણી જીતુભાઈ બેનાણી,  પ્રફુલભાઈ ધામી, ચંદ્રકાન્તભાઈ શેઠ, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, કોર્પોરેટર પ્રીતિબેન દોશી, અનીશભાઈ વાધર,જયભાઈ ખારા, શૈલેષભાઈ માઉ, કાનનબેન જીતુભાઈ દેસાઈ, અમીષાબેન બોબીભાઈ દેસાઈ, બીનાબેન હિરેનભાઈ સંઘવી, જે.વી.શાહ, જયેશ સંઘાણી, કેતનભાઈ ગોસલીયા, જીગરભાઈ પારેખ, તરુણભાઇ કોઠારી, બીનાબેન ગાંધી, નીતાબેન કામદાર સહિતના સર્વ આગેવાનો ખાસ ઉપસ્થિત રહેલ હતા.સમગ્ર આયોજને સફળ બનાવવા મિલન કોઠારી, ભરત દોશી ગિરીશ મહેતા, સુનિલ કોઠારી, જયેશભાઈ બોલબાલા, અજીત જૈન,નીતિનભાઈ મહેતા, માનવ ગાંધી, પુષ્પક જૈન,આદિ સર્વ મહાનુભાવોએ જહેમત ઉઠાવી હતી.ધ્વજ વંદનના સંપૂર્ણ કાર્યક્ર્મ માટે કુંડલિયા કોલેજની વ્યવસ્થા કરી આપનાર ટ્રસ્ટી નવીનભાઈ ઠક્કર અને તમામ ટ્રસ્ટીગણે સુંદર વ્યવસ્થા કરી આપેલ હતી.તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here