રાજકોટ જિલ્લામાં પાંચ સ્થળે જુગાર કલબ પર દરોડો પાડવામાં આવેલા જેમાં બે મહિલા સહિત 22 પકડાયા 

રાજકોટ જિલ્લામાં પાંચ સ્થળે જુગાર કલબ પર દરોડો પાડવામાં આવેલા જેમાં બે મહિલા સહિત 22 પકડાયા 
રાજકોટ જિલ્લામાં પાંચ સ્થળે જુગાર કલબ પર દરોડો પાડવામાં આવેલા જેમાં બે મહિલા સહિત 22 પકડાયા 
શ્રાવણ માસ નજીક આવતા ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર જુગારના હાટડા શરુ થઇ જતા હોય છે. ગતરાતે રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, પારડી અને મોટી મારડ ખાતે પોલીસે જુગાર અંગે દરોડા પાડી જુગાર રમતા બે મહિલા સહિત 25ની રુા.1.32 લાખના મુદામાલ કબ્જે કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ભોજાધાર વિસ્તારમાં રહેતા દિવ્યેશ દિલીપ ગૌસ્વામીના મકાનમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે એલસીબી પી.આઇ. વી.વી.ઓડેદરા, પી.એસ.આઇ. એચ.સી.ગોહિલ અને એએસઆઇ મહેશભાઇ જાની સહિતના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા દિવ્યેશ દલિીપ બાવાજી, દિલીપ બાવનજી મકવાણા, રસિક ભીખુ પરમાર,  ઇમ્તીયાઝ મેશમ ખંપોશ, સંદિપ કિશોર ખખ્ખર, ગોવિંદ બટુક રાઠોડ, મીનાબેન દિલીપ બાવાજી અને ઇન્દુબેન જંયતીભાઇ માલકીયાની રુા.40,100ની રોકડ સાથે ધરપકડ કરી રુા.20 હજારની કિંમતના ચાર મોબાઇલ કબ્જે કયા4 છે.

જયારે જેતપુરના ધોરાજી રોડ પર વિરા શક્તિ સોસાયટી લક્ષ્મી ટાવર બ્લોક નંબર 302માં રહેતા અમિત ઉર્ફે લક્કી મુકેશ ચાવલા નામનો શખ્સ પોતાના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઇ ડાંગર સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા અમિત ઉર્ફે લક્કી મુકેશ ચાવડા,, કિશન મેરુમલ ચંદાણી, કેયુર કિરીટ જાજર અને અસ્લમ કાદર નગરીયા નામના શખ્સોની રુા.11,390ની રોકડ સાથે ધરપકડ કરી રુા.25 હજારની કિંમતનું એક બાઇક કબ્જે કર્યુ. જેતપુર સામાકાંઠા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા વિપુલ રમેશ રાધવાણી, મહેશ લાખા કીડીયા, રણજીત જેરામ કીડીયા અને કિશન કાનજી સોલંકી નામના શખ્સોને રુા.14,360ની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.

Read About Weather here

ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે જુગાર રમતા રાજેશ કાંતી કાલરીયા, અશ્ર્વિન વિઠ્ઠલ બરોસીયા, સંજય હાડા અને મુકેશ બચોચીયા નામના શખ્સોને રુા.8,950ના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે. લોધિકા તાલુકાના પારડી ગામે શિતળા માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા કિશોર રામઆશ્રય પાસવાન, ગોરખ ગુહાડી પાસવાન, ઇમરાન મહંમદ કલીમ, અહેમદ રહીમુલ્લા મન્સુરી અને વિશ્ર્વકર્મા વિરેન્દ્ર ચૌહાણ નામના શખ્સોને રુા.11,200ની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here