રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકારે ફટાફટ સહાય મંજુર કરી

રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકારે ફટાફટ સહાય મંજુર કરી
રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકારે ફટાફટ સહાય મંજુર કરી
તાજેતરમાં રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જે જે ગામોમાં ભારે વરસાદના કારણે ઘરવખરી પલળી જવાથી થયેલ નુકશાની,મકાનોને નુકશાની,તણાઇ જવાથી કે ડુબી જવાથી પશુ મૃત્યુ અને માનવ મૃત્યુ વગેરે થયેલ નુકશાન અંગે સહાય આપવા માટે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલને રજુઆત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેને ધ્યાને રાખીને સરકારે માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, મકાન અને ઘરવખરી માટે રાજકોટ જિલ્લામાં રૂ.47.94 લાખની સહાય પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તથા જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો સહકારી આગેવાનો તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ચુકવવામાં આવી છે.આ ઉપરાંત હજુ સર્વે સંબંધિત વિભાગો દ્વારા હાલ પૂરજોશમાં ચાલી રહ્યોં છે.જેની સહાય સર્વે કામગીરી પુર્ણ થયે વહેલી તકે ચુકવવામાં આવશે.

Read About Weather here

જયારે ચુકવવામાં આવેલ સહાય પૈકી માનવ મૃત્યુ સહાય કુલ 3 પૈકી 1 ને રૂ. 4 લાખ ચુકવવામાં આવ્યા જ્યારે અન્ય બે માટે કાર્યવાહી ચાલુ છે. પશુ મૃત્યુ સહાય 160 પૈકી 14 માટે રૂ.3.20 લાખ ચુકવવામાં આવ્યા. મકાન સહાય પેટે 80 પૈકી 41 ને રૂ.21.74,900 ચુકવવામાં આવ્યા જ્યારે 39 નો સર્વે ચાલુ છે. ધરવખરી સહાય 50 પૈકી તમામ 50 કુટુંબને રૂ.1.90 લાખ ચુકવવામાં આવ્યાં. અતિવૃષ્ટિની પરિસ્થિતિને ધ્યાને લઈ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરે  કરેલ લેખિત રજૂઆત સંદર્ભે તાત્કાલિક સહાય ચૂકવવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રભારી મંત્રી રાઘવજી પટેલનો ભૂપતભાઈ બોદરે આભાર વ્યક્ત કર્યો હતો. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here