રાજકોટ: ચાર વર્ષની માસૂમ બાળકીને ડેન્ગ્યુ ભરખી ગયો,પિતાએ દીકરીની આંખોનું દાન કર્યું

રાજકોટ: ચાર વર્ષની માસૂમ બાળકીને ડેન્ગ્યુ ભરખી ગયો,પિતાએ દીકરીની આંખોનું દાન કર્યું
રાજકોટ: ચાર વર્ષની માસૂમ બાળકીને ડેન્ગ્યુ ભરખી ગયો,પિતાએ દીકરીની આંખોનું દાન કર્યું
ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં અમદાવાદ બાદ રાજકોટમાં પણ ડેન્ગ્યૂ જીવલેણ બન્યો છે. ડેન્ગ્યૂના કારણે રાજકોટમાં એક બાળકીનું મોત થયું છે. 2 દિવસની સારવાર બાદ 4 વર્ષની બાળકીનું ડેન્ગ્યૂથી મોત થયુ છે. આ પરિવાર રાજકોટમાં ભાવનગર રોડ પર આવેલા મયુરનગરમાં રહેતો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયુ છે.

Visit Saurashtra Kranti Homepage here

મૃત્યુ પામનારી 4 વર્ષની એકની એક પુત્રીની આંખોનું દાન કરતા રાજકોટમાં સૌથી નાની બાળકીના ચક્ષુદાનનો પ્રથમ કિસ્સો નોંધાયો છે. ચાંદીના કારખાનામાં મજૂરી કામ કરતા બાળકીના પિતાએ આ નિર્ણય લઈ એક વ્યક્તિના જીવનમાં રોશની ફેલાવી હતી. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટમાં રાજમોતી મિલ પાસે મયુરનગર શેરી -૩માં રહેતા ચેતનભા મનીષભાઈ બદરખીયાની ચાર વર્ષની પુત્રી રિયા સોમવારના રમતા રમત એકાએક ઢળી પડી હતી. જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રિયાની તબિયત નાજુક જણાતા તેને આઇસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી.

Read About Weather here

પરંતુ બે દિવસની સારવાર બાદ રિયાએ દમ તોડયો હતો. માસુમ બાળકીને મોતથી પરિવારમાં ગમગીની છવાઈ હતી. પરંતુ પરિવારજનોએ બાળકીના મૃત્યુ બાદ તેની આંખો દાનમાં આપવાનો નિર્ણય લીધો હતો. જેથી હજુ રિયા દુનિયા જોવે તે પહેલાં જ મોત થતાં તેને અંધજનોને રોશની આપવાનો પરિવારે સરાહનીય નિર્ણય લીધો છે.જ્યારે બીજી તરફ રાજકોટમાં ચાર વર્ષની માસૂમ બાળકીને ડેન્ગ્યુ તાવ ભરખી જતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. તાવના કેસમાં ઉછાળો થતા સિવિલ હોસ્પિટલ અને મનપા આરોગ્ય વિભાગની ટીમ પણ કામગીરી પર લાગી હોવાનું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here