રાજકોટના પુર્વ સાંસદ તથા ભૂતપુર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઈ કથીરીયાની રાજકોટના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે. શહેરના જાણીતા તબીબ એવા ડો.વલ્લભભાઈ કથીરીયાએ દાયકા સુધી સંસદમાં રાજકોટનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને લોકસભાની ચૂંટણી લડયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
કેન્દ્રમાં ભાજપની સરકારમાં ભારે ઉદ્યોગ મંત્રાલય જેવા વિભાગનાં પ્રધાન પણ રહ્યા હતા. રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળતા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટનો એઈમ્સ પ્રોજેકટ પૂર્ણ થવાના આરે છે. અને ચાલુ વર્ષમાં જ લોકાર્પણ થવાનું નિશ્ર્ચિત છે તેવા સમયે રાજકોટ એઈમ્સનાં અધ્યક્ષ તરીકે સરકારે નિમણુંક જાહેર કરી છે. કેન્દ્ર સરકારનાં સંયુકત સચીવ અંકીતા મીશ્રા બુંદેલાની સહી સાથે જાહેર કરાયેલા નોટીફીકેશન પ્રમાણે રાજકોટ એઈમ્સનાં અધ્યક્ષ તરીકે ડો.વલ્લભભાઈ કથીરીયાની નીમણુંક કરવામાં આવે છે. એઈમ્સનાં અધ્યક્ષ તરીકે ડો.વલ્લભભાઈ કથીરીયાની આ નિમણુંક પાંચ વર્ષ માટેની છે.વ્યવસાયે તબીબ અને સાડા ત્રણ દાયકાનો તબીબી અનુભવ ધરાવતા ડો.કથીરીયા સૌરાષ્ટ્રભરમાં અનુભવી સર્જનની સુવાસ ધરાવે છે અને અનેક ટ્રસ્ટ હોસ્પીટલોમાં યોગદાન આપે છે.
Read About Weather here
1994 માં રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ બન્યા હતા.રાજકોટ લોકસભા બેઠક પરથી 1996 થી 2009 દરમ્યાન 4 વખત લોકસભા ચૂંટણી જીત્યા હતા. 12 મી લોકસભામાં દેશભરમાં સૌથી વધુ 3.54 લાખ મતની લીડથી જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો.રાજકોટ એઈમ્સનાં અઘ્યક્ષ પદે ડો.વલ્લભ કથીરીયાની નિમણુક થતા મનસુખભાઇ રામાણી, દેવશીભાઈ ટાઢણી, અરૂણ નિર્મળ મીડિયા, મિતલ ખેતાણી, છગનભાઇ કથીરિયા, ચેતન રામાણી, વી.પી. વૈષ્ણવ, વિનુભાઈ કાછડીયા, હરેશ પંડયાએ શુભેચ્છા પાઠવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here