રાજકોટ:સિવિલમાં હૃદયરોગ માટે ૪૦ બેડ સાથે ખાસ વોર્ડ,આજે કલેક્ટરની મીટીંગ

રાજકોટ:સિવિલમાં હૃદયરોગ માટે ૪૦ બેડ સાથે ખાસ વોર્ડ,આજે કલેક્ટરની મીટીંગ
રાજકોટ:સિવિલમાં હૃદયરોગ માટે ૪૦ બેડ સાથે ખાસ વોર્ડ,આજે કલેક્ટરની મીટીંગ
રાજકોટમાં ગત બે દિવસમાં 9 યુવાનોના હાર્ટએટેક કે કાર્ડિયાક એરેસ્ટથી મોત નીપજ્યાની ઘટના અને અગાઉ પણ આવો સિલસિલો જારી હોય, તેમજ હાલ સપ્ટેમ્બર માસમાં કાર્ડિયાક ઈમરજન્સીના કેસો ૧૦૮ સહિત સર્વિસમાં ઘટવાને બદલે ઉલ્ટુ વધી રહ્યા હોય યુવાનો અને તેથી વિશેષ વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અન્વયે આજે સિવિલ હોસ્પિટલ હોસ્પિટલે નવરાત્રિ તહેવારો દરમિયાન સિવિલમાં હૃદયરોગ માટે ૪૦ બેડ સાથે ખાસ વોર્ડ  ઉભો કરવાનો નિર્ણય લીધો છે જ્યારે જિલ્લા કલેક્ટર આવતીકાલે દાંડિયારાસના આયોજકો સાથે બેઠક યોજી છે. મુખ્યમંત્રીએ સિવિલમાં હૃદયરોગ માટે અદ્યતન કેથલેબનું લોકાર્પણ કર્યાના પખવાડિયામાં તે કેથલેબ ટેકનીકલ ફોલ્ટથી બંધ થયેલ છે અને આઠ-દસ દિવસથી તે બંદ છે. આ અંગે સિવિલ સર્જન ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું કે આવતીકાલે કેથ લેબ પુન: પૂર્વવત્ ચાલુ કરી દેવાશે અને ત્રણ દર્દીઓને સારવાર શરૂ કરી દેવાશે. તા.૧૪થી હાર્ટએટેક જેવા કેસો માટે ખાસ વોર્ડ કાર્યરત થશે. 

જ્યારે જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું કે દાંડિયારાસ સહિત આયોજનોના સંચાલકોને કોઈહૃદયરોગથી બેભાન થાય તો પ્રાથમિક સારવાર (સીપીઆર) કઈ રીતે આપવા તેની ટ્રેનીંગ આપવા, આયોજન સ્થળે પ્રાથમિક સારવારની સુવિધા, અતિ શ્રમ કે તણાવ ન થાય તેનું ધ્યાન રાખવા સહિતની તાકીદ કરાશે. ઉપરાંત મહાપાલિકા, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ, સિવિલ હોસ્પિટલ, મેડીકલ એસો.વગેરે સાથે સંકલન સાધીને હાર્ટએટેકના વધતા કેસથી બચવા એડવાઈઝરી જારી કરવાનું પણ વિચારાયું છે. 

Read National News : Click Here

ઉલ્લેખનીય છે કે અર્વાચીન દાંડિયારાસમાં વોલ્યુમ હાર્ટબીટ વધારી દે એટલા ઉંચા રખાય છે જે નોઈઝ પોલ્યુશનના નોર્મસ અને પોલીસ કમિશનરના જાહેરનામાથી પણ વિપરીત છે ત્યારે તેનું પાલન થવું જરૂરી છે. દાંડિયારાસ માત્ર નવ દિવસ નહીં પણ પખવાડિયું ચાલતા હોય છે. વળી, કેસો અત્યારે જ વધી રહ્યા છે ત્યારે નવરાત્રિ પુરતા આયોજનને બદલે તાત્કાલિક અમલમાં મુકીને કમસેકમ દિવાળી સુધી આ માટે તંત્રએ આયોજન કરવાની જરૂર છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here