રાજકોટ:સહકાર સોસાયટીમાં રહેતા અને લેન્ડ ગ્રેબિંગની મહત્વની તપાસ કરનાર ફોજદાર એમ.એચ.ટાંકની મકાનમાંથી લાશ મળી

રાજકોટ:સહકાર સોસાયટીમાં રહેતા અને લેન્ડ ગ્રેબિંગની મહત્વની તપાસ કરનાર ફોજદાર એમ.એચ.ટાંકની મકાનમાંથી લાશ મળી
રાજકોટ:સહકાર સોસાયટીમાં રહેતા અને લેન્ડ ગ્રેબિંગની મહત્વની તપાસ કરનાર ફોજદાર એમ.એચ.ટાંકની મકાનમાંથી લાશ મળી
રાજકોટમાં સહકાર સોસાયટીમાં રહેતા અને ભાસ્કર અપહરણ કાંડમાં લશ્કર એ તોયબાના આતંકીને ઠાર કરવામાં અને મહત્વના લેન્ડ ગ્રેબીંગ કેસમાં મહત્વની ભૂમિકા ભજવનાર પીએસઆઈ એમ.એચ.ટાંક એટલે મનુખભાઈ ટાંકનો તેમના જ ઘરમાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ભક્તિનગર પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ એન્ટી લેન્ડ ગ્રેબિંગમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને ચકચારી ભાસ્કર અપહરણ કેસમાં પણ લશ્કર એ તોયબાના આતંકી રાજન ઉર્ફે આફતાબ અનશારીના એન્કાઉન્ટર કેસમાં મહત્વની ભૂમિકા ભજવનાર પીએસઆઈ એમ.એચ.ટાંક ઘણા સમયથી સહકાર સોસાયટી ખાતે તેમના નિવાસ્થાને એકલવાયું જીવન જીવતા હતા.ત્યારે આજરોજ સવારે પાડોશમાં રહેતા લોકોને નિવૃત્ત ફોજદાર મનસુખભાઈ ટાંકના મકાનમાંથી દુર્ગંધ આવતી હોવાથી ૧૦૮માં જાણ કરી હતી. ત્યાર બાદ મકાનમાં જોતા મનસુખભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા અને તેમનો મૃતદેહ પણ કોહવા લાગ્યો હતો.

Read About Weather here

આ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘટનાની નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. મનસુખભાઈ ટાંક દ્વારા પોતાની કારકિર્દીમાં અનેક મહત્વના કેસનો ઉકેલ લાવવા માટે સહભાગી થયા હતા. જેમાં ભાસ્કર અપહરણ કાંડમાં સામેલ લશ્કર એ તૌયબાના આતંકી રાજન ઉર્ફે આફતાબ અનશારીના એન્કાઉન્ટર કેસમાં પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. એકલવાયું જીવન જીવતા ફોજદરનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે પોલીસે તપાસ હાથઘરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here