રાજકોટ:શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ, ટૂંકા વસ્ત્રો સાથે ‘NO ENTRY’

રાજકોટ:શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ, ટૂંકા વસ્ત્રો સાથે ‘NO ENTRY’
રાજકોટ:શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ, ટૂંકા વસ્ત્રો સાથે ‘NO ENTRY’
અત્યાર સુધી તમે વિદ્યાર્થીઓને શિસ્તમાં રાખવા માટે શાળા દ્વારા નિયમો બનાવવામાં આવ્યા હોય તેવું સાંભળ્યું અને જોયું હશે, પરંતુ શું તમે ક્યારે વાલીઓને શિસ્તમાં રાખવા માટે નિયમ બનાવવામાં આવ્યા હોય તેનું સાંભળ્યું અથવા જોયું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટની શાળાઓમાં આવો નિયમ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં શહેરની શાળાઓમાં અભ્યાસ કરતા પોતાના બાળકોને શાળાએ લેવા-મુકવા જતાં અને શાળાની મીટિંગમાં જતાં વાલીઓએ પોતાના કપડાનું ખાસ ધ્યાન રાખવું પડશે. એટલે કે શાળાઓમાં વાલીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને કે પછી નાઇટ ડ્રેસ પહેરીને જઈ શકશે નહીં. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ કહ્યું કે, અમારા ધ્યાનમાં આવેલું છે કે અમુક વાલીઓ જ્યારે પણ તેમના બાળકોને શાળાએ લેવા-મુકવા આવે ખાસ કરીને વહેલી સવારે અથવા તો શાળાની કોઈ મીટિંગમાં આવે ત્યારે પોતા ગરીમા પૂર્ણ ડ્રેસ કોડમાં હોતા નથી. અમુક વાલીઓ બરમુડા પહેરીને આવે છે, શોર્ટ્સ પહેરીને આવે છે, નાઇટ ડ્રેસ પહેરીને આવે છે. ત્યારે આવા  વાલીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ શાળાના સંકુલની ગરીમા જળવાય તે પ્રકારના વસ્ત્રો પહેરીને આવે. 

Read About Weather here

તેઓએ કહ્યું કે, કપડા સિવાય વાલીઓ પાન-માવા ખાઇને પણ તેમના બાળકોને શાળાઓમાં મુકવા અથવા તો શાળાની મીટિંગમાં ન આવે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આવા વાલીઓને ખાસ વિનંતી કરવામાં આવે છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે, ડ્રેસ કોડનું ધ્યાન ન રાખતા વાલીઓને ટૂંક સમયમાં જ માર્ગદર્શિકા પણ આપવામાં આવશે. રાજકોટ શાળા સંચાલક મંડળ  દ્વારા વિદ્યાર્થીઓના  વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ જ્યારે પણ તેમના બાળકોને શાળાએ મૂકવા માટે જાય અથવા વાલી મીટિંગ માટે જાય ત્યારે ટૂંકા વસ્ત્રો કે પછી નાઇટ ડ્રેસ પહેરીને શાળાએ ન જાય.  શાળા સંચાલક મંડળે કહ્યું છે કે પબ્લિક પ્લેસમાં ઔચિત્ય જળવાય તે જરૂરી છે એવી જ રીતે શાળા પરિસરમાં પણ શિસ્ત કેળવાય તતે પણ દરેક વાલીએ જોવું જોઈએ. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here