રાજકોટ:શનિવારે એક સાથે પાંચ પોલીસ મથક ગૃહ હર્ષ સંઘવી દ્વારા ખુલ્લા મુકાશે:મેટોડા ખાતે લોકાર્પણ

રાજકોટ:શનિવારે એક સાથે પાંચ પોલીસ મથક ગૃહ હર્ષ સંઘવી દ્વારા ખુલ્લા મુકાશે:મેટોડા ખાતે લોકાર્પણ
રાજકોટ:શનિવારે એક સાથે પાંચ પોલીસ મથક ગૃહ હર્ષ સંઘવી દ્વારા ખુલ્લા મુકાશે:મેટોડા ખાતે લોકાર્પણ
આઇજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડસહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં મેટોડા ખાતે લોકાર્પણ
રાજકોટ જિલ્લામાં વસ્તી અને વ્યાપના વધારાના કારણે ફરિયાદી અને અરજદારોને પોલીસની મદદ માટે દુર સુધી જવુ પડતું હોવાથી પાંચ પોલીસ મથકનો ઉમેરો કરવા અને મહેકમ મંજુર કરવા અંગે થયેલી દરખાસ્તને ગૃહ વિભાગ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

મેટોડા જીઆઇડીસી પોલીસ મથક ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ખુલ્લુ મુકાશે જ્યારે ગોંડલ સિટીમાં વધારાનું બી ડિવિઝન પોલીસ મથક, જેતપુર સિટીમાં ઉદ્યોગનગર પોલીસ મથક, ધોરાજી તાલુકા પોલીસ મથક અને ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ મથકને વર્ચ્યુલ રીતે ખુલ્લા મુકવામાં આવશે.ગોંડલ શહેરમાં વસ્તીમાં થયેલા વધારાના કારણે એક જ પોલીસ મથકમાં ગુનાખોરીનું ભારણ વધારે હોવાથી ગોંડલ સિટીના બે ભાગ કરી એ અને બી ડિવિઝન પોલીસ મથક, ગોંડલ તાલુકાનો વિસ્તાર પણ ઘણો મોટો હોવાથી ગોંડલ તાલુકાના આઉટ પોલીસ ચોકી સુલતાનપુરને પોલીસ સ્ટેશનનો દરરજા માટે, ધોરાજીમાં એક જ પોલીસ મથક હોવાથી આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના ફરિયાદી અને અરજદારોને ધોરાજી ખાતે આવવું પડતું હોવાથી ધોરાજી તાલુકા પોલીસ મથક અલગ પાડવા, જેતપુર અને લોધિકા પોલીસ મથકનો ઉદ્યોગિક રીતે વ્યાપ વધ્યો છે અને પરપ્રાંતિય શ્રમજીવીઓ મોટી સંખ્યામાં રોજી રોટી રળવા માટે આવ્યા હોવાથી બંને પોલીસ મથકમાં ક્રાઇમ રેટ વધતો હોવાથી બંને પોલીસ મથકના કામના ભારણે ધ્યાને લઇને પોલીસ મથકનો દરરજો આપવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી.

Read About Weather here

રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા લાંબા સમય પહેલાં થયેલી દરખાસ્તને ગૃહ વિભાગ દ્વારા મંજુર કરી રાજકોટ જિલ્લામાં એક સાથે પાંચ પોલીસ મથકનો ઉમેરો કરવાની મંજુરી આપી ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા તા.2 સપ્ટેમ્બરને શનિવારે મેટોડા જીઆઇડીસી પોલીસ મથકને ખુલ્લુ મુકશે જ્યારે અન્ય ચારેય પોલીસ મથકનું વર્ચ્યુલ લોકાપર્ણ કરવામાં આવશે આ તકે રાજકોટ રેન્જ આઇજીપી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેશેઆ પહેલાં રાજકોટ જિલ્લામાં શાપર, આટકોટ અને વિરપુર આઉટ પોલીસ ચોકીને પોલીસ મથકનો દરરજો આપવામાં આવ્યો છે. આ સાથે રાજકોટ જિલ્લામાં કુલ 25 પોલીસ મથક બની જશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here

 

 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here