રાજકોટ:મોરબી રોડ પરથી ફુગવાળા માવાનું ગોડાઉનમાં આરોગ્ય ટીમનો દરોડો,4500 કિલો માલનો નાશ

રાજકોટ:મોરબી રોડ પરથી ફુગવાળા માવાનું ગોડાઉનમાં આરોગ્ય ટીમનો દરોડો,4500 કિલો માલનો નાશ
રાજકોટ:મોરબી રોડ પરથી ફુગવાળા માવાનું ગોડાઉનમાં આરોગ્ય ટીમનો દરોડો,4500 કિલો માલનો નાશ
મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્ય અને ફૂડ શાખાએ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ધંધાદારી સ્થળો પર તેજ કરેલી ચેકીંગ ડ્રાઇવ વચ્ચે આજે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું એક ખતરનાક અને ગંભીર કૌભાંડ પકડી પાડયું છે.

Visit Saurashtra Kranti Homepage here

મોરબી રોડ પર બ્રીજ હેઠળથી આગળ આવેલી બારદાન ગલીમાં રાધીકા પાર્કના એક ગોડાઉનમાં આજે આરોગ્ય અધિકારીઓની ટીમે દરોડો પાડીને અધધ 4500 કિલો નકલી અને ફુગવાળા મીઠા માવાનો જથ્થો પકડી પાડતા શહેરમાં અલગ અલગ જગ્યાએ આવા માવાના વેંચાણ અને તેમાંથી મીઠાઇની બનાવટના મોટા પાયે વેંચાણ થતા હોવાની વાત સાબિત થઇ છે.આ ગોડાઉનના માલિક દ્વારા કોઇ પ્રકારનું ફૂડ લાયસન્સ કે મંજૂરી લેવામાં આવ્યા નથી. તો નજીકમાં આવેલી તેની ડેરીમાંથી વાસી મીઠાઇ અને શીખંડનો જથ્થો મળી આવતા એ પણ ફેંકી દેવાયો હતો.રાધિકા પાર્કમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહાયેલા માવામાં વેજીટેબલ ફેટની ભેળસેળનો ધડાકો : લોકોના આરોગ્ય સાથે ખીલવાડ : શહેરમાં મોટા પાયે સપ્લાય અંગે તપાસ ફૂડ શાખાનું મોટુ ઓપરેશન કમિશનર આનંદ પટેલની સૂચનાથી આજે ફૂડ અધિકારીઓની ટીમ બાતમીના આધારે મોરબી રોડ પર ખાનગી રીતે પહોંચી હતી. બ્રીજ નીચે ફાટકની અંદરના ભાગમાં બારદાન ગલી આવેલી છે.

હરીનગર અને રાધિકા પાર્ક લાગુ આ જગ્યામાં રાજલક્ષ્મી એવન્યુ મેઇન રોડ પર મીઠા માવાનું ઉત્પાદન કરીને મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આથી ગોડાઉન પર દરોડો પાડતા અશોકભાઇ પરસોતમભાઇ સંખાવડાની રહેણાંક જગ્યામાંથી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહાયેલો મીઠા માવાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.ડુપ્લીકેટ મીઠો માવો ચકાસવામાં આવતા તેના પેકીંગમાં ફુગ ચડી ગયાનું દેખાયું હતું. તંદુરસ્ત માણસને પણ બીમાર પાડી દે તેવા આ માવાનું અનેક વિસ્તારમાં વેંચાણ થતું હોવાનું બહાર આવ્યું હતું. આથી કોલ્ડ સ્ટોરેજમાં રહેલા 4500 કિલો (સાડા ચાર ટન) માવાનો જથ્થો બહાર કાઢીને તેનો નાશ કરવાની કાર્યવાહી થઇ હતી. સોલીડ વેસ્ટ શાખાને બોલાવીને આ માવાને ડમ્પીંગ યાર્ડમાં ફેંકવા સૂચના આપવામાં આવી હતી.કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા માવાના પેકડ પેકેટ પર એફએસએસએ-2006 મુજબના કોઇ લેબલ ન હતા. ઉત્પાદન સહિતની કોઇ વિગતો પણ દર્શાવવામાં આવી ન હતી. ફુગવાળા પેકેટ પર તારીખ ન હતી.

Read National News : Click Here

આ ઉપરાંત એક ગંભીર બાબતમાં વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને માવો બનાવવામાં આવતો હોવાનું ખુલ્યુ હતું. આ માટે કોઇ પરવાનો પણ લેવામાં આવ્યો ન હતો.આ આસામીની નજીકમાં આવેલી સીતારામ ડેરીમાં મીઠાઇ પણ વેંચવામાં આવતી હતી. આ ઉપરાંત અહીંથી છુટક અને જથ્થાબંધ માવાનું મોટા પાયે વેંચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. આ દરોડાની કાર્યવાહી નાયબ આરોગ્ય અધિકારી ડો. હાર્દિક મેતા, ફૂડ અધિકારી કેતન પરમાર સહિતની ટીમે કરી હતી. શહેરના છેવાડે ખુણામાં આવેલા વિસ્તારમાં આ રીતે આરોગ્યને નુકસાનકારક માલના ઉત્પાદનનું યુનિટ પકડાતા ચકચાર જાગી છે.


વધેલી મીઠાઇનું ફરી વેંચાણ થતું હોવાની પણ શંકા

મોરબી રોડ પરના આ ગોડાઉનમાંથી રીયુઝ કરવા માટેનો 210 કિલો મીઠાઇ અને શીખંડનો પણ નાશ કરવામાં આવ્યાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આ ગોડાઉનના કોલ્ડ સ્ટોરેજમાં ચકાસણી કરવામાં આવતા વાસી મીઠાઇનો 150 કિલો જથ્થો મળી આવ્યો હતો.પ્રસંગમાંથી વધેલી અને પરત આવેલી મીઠાઇ ફરી ઉપયોગ કરવા માટે વેચવામાં આવતી હોવાની પણ શંકા છે. વધેલી મીઠાઇ પરત આવે અને બાદમાં કોલ્ડ સ્ટોરેજ મારફત નવા વેપારીને વેચવામાં આવતી હોવાની બાતમી મળી છે. આ ઉપરાંત આ જગ્યાએથી 60 કિલો વાસી શીખંડનો પણ નાશ કરી દેવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here