રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ત્રીજી વન-ડે : બપોરે 1:30 કલાકે પ્રારંભ

રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ત્રીજી વન-ડે : બપોરે 1:30 કલાકે પ્રારંભ
રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ત્રીજી વન-ડે : બપોરે 1:30 કલાકે પ્રારંભ
રાજકોટ શહેરનું વાતાવરણ ક્રિકેટમગ્ન બની ગયું છે.આજે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે મેચ રમાવા જઈ રહી છે. ત્યારે ક્રિકેટરસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ક્રિકેટરસિકો આ મેચ જોવા રાજકોટ પધારશે. 25 સપ્ટેમ્બરે જ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટ પહોંચી ચૂકી છે. ભારતની ટીમ સૈયાજી હોટલમાં રોકાઈ છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ફોરચ્યુન હોટલ રોકાઈ છે. આજે રમાનારી ખૂબ જ મહત્વની છે, કારણ કે વર્લ્ડ કપ પહેલાની આ ફાઈનલ અંતિમ વન-ડે મેચ છે. જેથી દરેકની નજર આ મેચ પર છે. બપોરે શરૂ થશે વન-ડે મેચ આજે બપોરે 1.30 વાગ્યે ત્રીજી વન-ડે મેચનો પ્રારંભ થશે, ખંઢેરી સ્ટેડિમમાં ચાર મોટી એલઈડી સ્ક્રીન મુકાવામાં આવી છે. જેમાં લોકો ક્રિકેટ મેચરને લાઈવ નિહાળી શકશે.

સ્ટેડિમ વિશે વાત કરીએ તો અંદાજિત 72 કરોડના ખર્ચે 29.48 એકર જગ્યામાં સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 28 હજાર સીટિંગ કેપેસિટી છે. તો સ્ટેડિયમમાં  કોર્પોરેટ હોસ્પિટાલિટી, પ્રેસિડન્ટ બોક્સ અને સેક્રેટરી બોક્સ પણ છે. આ કેમેરાની મદદથી કરાશે લાઈવ પ્રસારણ આજે રમાનારી મેચને લઈને ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આજની મેચનું લાઇવ પ્રસારણ 25 કેમેરા, એક ડ્રોન, બે જિમી, બે બગી કેમેરા અને સ્પાઇડર કેમેરાની મદદથી કરવામાં આવશે. 

Read Saurashtra Kranti E-Paper here

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ 11

પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, કેમરૂન ગ્રીન, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા, સીન એબોટ 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here