રાજકોટમાં બબ્બે મહિલા આઈપીએસ મુકાયા હોય તેવું પ્રથમવાર : રાજસ્થાનના વધુ એક પોલીસ અધિકારી મુકાયા

રાજકોટમાં બબ્બે મહિલા આઈપીએસ મુકાયા હોય તેવું પ્રથમવાર : રાજસ્થાનના વધુ એક પોલીસ અધિકારી મુકાયા
રાજકોટમાં બબ્બે મહિલા આઈપીએસ મુકાયા હોય તેવું પ્રથમવાર : રાજસ્થાનના વધુ એક પોલીસ અધિકારી મુકાયા
ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે રાજ્યના 70 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં ડિરેક્ટોરેટ ઑફ પ્રોસિક્યુશનના જોઈન્ટ ડાયરેક્ટર વિધિ ચૌધરીની રાજકોટના અધિક પોલીસ કમિશનર તરીકે બદલી અપાઈ છે. આ સાથે જ રાજકોટમાં રાજસ્થાનના વતની એવા ચોથા પોલીસ અધિકારી મુકવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પહેલાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ઉપરાંત જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોર અને રેન્જ આઈજી અશોકકુમાર યાદવ પણ રાજસ્થાનના જ મુળ વતની છે ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો વિધિ ચૌધરીના રૂપમાં થયો છે. તેમના પહેલાં એડિશનલ પોલીસ તરીકે રહેલા અને દિલ્હી ડેપ્યુટેશન પર ગયેલા સૌરભ તોલંબીયા પણ રાજસ્થાનના જ વતની હતા.

એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી રાજકોટમાં ખાસ કરીને ક્રાઈમ અને ટ્રાફિક બ્રાન્ચ સંભાળશે. અહીં ડીસીપી ટ્રાફિક તરીકે પૂજા યાદવ કાર્યરત છે ત્યારે હવે તેઓ વિધિ ચૌધરી સાથે સંકલનમાં રહીને ટ્રાફિકની સમસ્યાનું સુચારું નિરાકરણ લાવવા કામ કરશે. આ સાથે જ રાજકોટમાં બબ્બે મહિલા આઈપીએસ મુકાયા હોય તેવું પ્રથમવાર બન્યું છે.

Read About Weather here

એડિશનલ પોલીસ કમિશનર તરીકે મુકાયેલા વિધિ ચૌધરીની વાત કરવામાં આવે તો તેઓ સામાન્ય લોકોની ચિંતા કરવા માટે અને કાયદાને કશું જ નહીં ગણનારા લોકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે જાણીતા છે. રાજસ્થાનના નાગોર જિલ્લામાં લાડનુ તાલુકાના નાના એવા ગામ બાલસમંદમાં રહેતા વિધિ ચૌધરી માતા-પિતાના સૌથી નાના સંતાન છે.

2009ની બેચના આઈપીએસ વિધિ ચૌધરી ખાસ કરીને મહિલા વિરુદ્ધ કોઈ પ્રકારના ક્રાઈમને સહન કરવામાં માનતા નહીં. આ ઉપરાંત વહીવટી તંત્રમાં સુધારા પ્રત્યે તેઓ જવાબદાર અધિકારી તરીકે ઓળખાય છે. તેમણે ભૂજ જિલ્લામાં પોતાની ફરજ દરમિયાન ક્રાઈમ પર કંટ્રોલ કરીને નામના મેળવી છે. તેઓ પોતાના જુનિયર સ્ટાફને ફરજ પ્રત્યે સજાગ રહેવા માટે પ્રેરિત કરે છે અને તેમનું મનોબળ વધારવા માટે હંમેશા આગળ રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here