રાજકોટમાં ફરી હાર્ટ એટેકે વધારી ચિંતા,છેલ્લા 24 કલાકમાં એક યુવક સહિત 4 લોકોએ ગુમાવ્યો જીવ

રાજકોટમાં ફરી હાર્ટ એટેકે વધારી ચિંતા,છેલ્લા 24 કલાકમાં એક યુવક સહિત 4 લોકોએ ગુમાવ્યો જીવ
રાજકોટમાં ફરી હાર્ટ એટેકે વધારી ચિંતા,છેલ્લા 24 કલાકમાં એક યુવક સહિત 4 લોકોએ ગુમાવ્યો જીવ
રાજ્યમાં હાર્ટ એટેક (heart Attack)થી થતાં મૃત્યુનો સિલસિલો યથાવત છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 4 લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં મધ્યપ્રદેશના યુવક, કારખાનામાં કામ કરતા પ્રોઢ સહિત બે વ્યક્તિઓના મોત થયા હતા. શહેરના ચાર લોકોના મોતથી ચિંતા વધી.

Visit Saurashtra Kranti Homepage here

આ અગાઉ પણ રાજ્યમાં હાર્ટ એટેકથી થતાં મોતના અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે ત્યારે રાજકોટમાં ફરી એકવાર હાર્ટ એટેકથી ચાર લોકોએ જીવ ગુમાવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજકોટમાં રૈયાધાર પાસે રહેતા રઘુભાઈ શિયાળિયા (ઉ.વર્ષ 54)ને રાત્રે તેમના ઘરે અચાનક જ છાતીમાં દુ:ખાવો થતા હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.

MPના વતનીને રાજકોટમાં આવ્યો હાર્ટ એટેક 

અન્ય બે બનાવમાં મધ્યપ્રદેશના વતની કાંતિલાલ મેઘવાળ (ઉ.વર્ષ 36)નામનો યુવક ફ્રૂટની ડિલિવરી કરવા ટ્રકના ડ્રાઈવર સાથે રાજકોટ આવ્યો હતો અને રાત્રે સુતો હતો તે દરમિયાન ડ્રાઈવરે જગાડતા તે ન ઉઠતા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત આરટીઓ પાછળ હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા મધુભાઈ સાંબડ (ઉ.વર્ષ 46) સાંજે શાકભાજી ભરીને રિક્ષામાં જતા હતા ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર પહેલા જ મોત થયું હતું.

Read National News : Click Here

ચોથા કિસ્સામાં શહેરના 80 ફૂટ રોડ પર આવેલા કારખાનામાં કામ કરતા રમેશભાઈ અમીપરા (ઉ. વર્ષ 55)નું કારખાને બેઠા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here